ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડીમાં હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો - police

વલસાડઃ પારડીના ઉમરસાડીની પ્રેમિકાએ તેના નવા પ્રેમી સાથે મળી જુના પ્રેમીને ગળા અને શરીરના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

sf

By

Published : Jul 6, 2019, 2:25 AM IST

ગત જૂન માસમાં પારડીના ઉમરસાડી વિસ્તારમાં આવેલી જરુ બેન દલાલની વાડીમાંથી એક યુવકને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા કરાયેલી બિનવારસી લાશ મળી આવી હતી. જોકે આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચીને મૃતક યુવાન કોણ છે અને તેની હત્યા કોણે કરી આ બંને દિશામાં તપાસ શરૂ કરી હતી. તેમ છતાં પણ આ હત્યા કરનાર અને હત્યામાં મરણ જનાર બંને સુધી પોલીસ પહોંચી શકી ન હતી.

પારડીમાં હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો

ત્યાર બાદ સમગ્ર તપાસ લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિવિધ ટીમો બનાવી શરૂ કરવામાં આવતા મળેલી બાતમીના આધારે તપાસ કરતા બહાર આવ્યું કે આ ઘટનામાં મોતને ભેટેલો યુવક શિવ શંકર ઉર્ફે શિવાનું મોત નીપજ્યું છે. જોકે તેની હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. શિવ શંકર કેટરસના ધંધામાં કામ કરતો હતો અને એની સાથે જ સહકર્મી તરીકે કામ કરતી ઉમરસાડીની ગીતાબેન નાયકા નામની મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો, પરંતુ કેટલાક સમય સુધી ચાલેલા આ પ્રેમ સંબંધ બાદ ગીતાબેને તેની સાથે સંબંધો કાપી નાખી વાતચીત બંધ કરી હતી. કારણ કે ગીતાબેનને કેટરસમાં કામ કરતા કિશન મારવાડી નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જ્યારે, બીજી તરફ શિવ શંકર ગીતાબેનને સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો જેનાથી તંગ આવી જઈને ગીતાબેને તેના પ્રેમી કિશન મારવાડી સાથે મળીને શિવ શંકરને પારડી સ્ટેશન ખાતે મળવા બોલાવી જરુ બેન દલાલની વાડીમાં લઇ જઇ શરીરના અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે આ સમગ્ર ઘટનાનો પડદો ઉંચકાઈ જતા પોલીસે હાલ ગીતાબેન નાયકાની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સુત્રધાર કિસાન મારવાડી પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યો છે. જેની શોધખોળ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details