- આંગણવાડીની ખાલી જગ્યા ભરવા માટે એક દિવ્યાંગ મહિલાએ ઉમેદવારી નોંધાવી
- ગઈ કાલે મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો કરતાં પોલીસે તેમને ડિટેઈન કર્યા
- બપોરે 01 વાગ્યાની આસપાસમાં તેમને છોડી દેવામાં આવ્યા
- આ મહિલાને ન્યાય અપાવવાના હેતુથી મંગળવારે રેલીનું આયોજન કર્યું
વલસાડ: જિલ્લાના ધરમપુર નજીકમાં આવેલા મરઘમાળ ગામે એક હાથથી દિવ્યાંગ મહિલાએ આંગણવાડીમાં ખાલી પડેલી જગ્યા માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ ભરતીમાં પ્રથમ મેરીટ ક્રમાકમાં આવ્યા હતા પરંતુ અચાનક 04 માર્ચ 2021ના રોજ સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા લેટરથી જાણકારી આપવામાં આવી કે મહિલા દિવ્યાંગ હોવાથી તેને બાળકોની જવાબદારી સોંપી શકાય નહી. જે બાબતે મહિલા મેરીટમાં હોવા છતાં પણ તેને રોજગારીના આપતા તેને ન્યાય આપવવા માટે તાલુકા પંચાયત સભ્ય મંગળવારે અસુરા વાવ સર્કલ ખાતે એકત્ર થઇ રેલી યોજી તાલુકા પંચાયતમાં આવેદન પત્ર આપવાના હતા.
આ પણ વાંચો:અરવલ્લીમાં ચક્કાજામને નબળો પ્રતિસાદ, પોલીસે 3 ખેડૂત નેતાઓની અટકાયત કરી
તાલુકા પંચાયતમાં અપક્ષમાંથી ચૂંટાયેલા સભ્યની તેમના ઘરથી ધરમપુર પોલીસે ડિટેઈન કર્યા
તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાલમાં જ મોટી ઢોલ ડુંગરી બેઠક ઉપરથી ચૂંટાઈને આવેલા કલ્પેશ પટેલ દ્વારા મરઘમાળની આંગણવાડીમાં દિવ્યાંગ મહિલાને રોજગારી આપવા બાબતે થયેલા અન્યાય અંગે આજે મંગળવારના રોજ ધરમપુરના અસુરા વાવ સર્કલ ઉપર એકત્ર થઇને તાલુકા પંચાયત કચેરી ઉપર આવેદન પત્ર આપી વિરોધ નોંધાવાની જાહેરાત ગઈ કાલે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ મંગળવારે પોલીસે વહેલી સવારે કલ્પેશ પટેલની તેમના નિવાસ્થાનેથી અટક કરી ધરમપુર પોલીસ મથકે લઇ આવ્યા હતા.