વલસાડ જિલ્લાના તિથલ બીચ ઉપર વન અને આદિજાતિ રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે સોમવારે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો હતો. તારીખ 21 ઓક્ટોબરથી 4 નવેમ્બર 15 દિવસ સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં અનેક આકર્ષણો મુકવામાં આવ્યા છે. જેમાં ત્રણ જેટલા આકર્ષક સેલ્ફી પોઇન્ટ તેમજ ક્રાફટ સ્ટોલ બાળકોને લગતી વિવિધ રમતો ફૂડ સ્ટોલ સહિત ગુજરાત ટુરિઝમના સ્ટોલમાં ગુજરાતના વિવિધ આકર્ષક સ્થળની ઝાંખીઓ મુકવામાં આવી છે.
આ ઉપરાંત 15 દિવસ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકામ હરીફાઈ, રેત કલા, બાળ રમતો, બીચ હોલીબોલ, રોપ ક્લાઇમ્બીંગ ટાયર ક્લાઇમ્બીંગ કમાન્ડો નેટ બીજ બેલેન્સિંગ ઘોડે સવારી વગેરે સાહસિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી રહી છે. પરંતુ આ તમામ વ્યવસ્થાઓ પાણી ફરતુ જોવા મળી રહ્યું છે. કારણ કે, કાર્યક્રમના પહેલાં દિવસે કોઈ જોવા મળ્યું નહોતું. માત્ર સ્ટાફ અને એકાદ વ્યક્તિ સિવાય કાર્યક્રમમાં કોઈ નહોતું, ત્યારે આટલાં મોટા પાયે શરૂ થયેલાં બીચ ફેસ્ટીવલની કોઈને જાણ ન હોવાનું કારણ બતાવી તંત્ર પોતાનો બચાવ કરતું જોવા મળ્યું હતું.