ગુજરાત

gujarat

By

Published : Jan 1, 2020, 1:17 PM IST

ETV Bharat / state

વાપી ઉમરગામમાં 31st ઉજવણીમાં 700 જેટલા શરાબીઓની ધરપકડ

વલસાડ: વાપીમાં 31stની ઉજવણીમાં દારૂની મહેફિલ માણનારા અને દારૂ પીને વાહન ચલાવનારા શરાબીઓ ઉપર વાપી અને ઉમરગામની પોલીસે તવાઈ બોલાવી હતી. વાપી ઉમરગામ વિસ્તારમાં પોલીસ દ્વારા અંદાજીત 700 જેટલા દારૂડિયાઓની ધરપકડથી ચકચાર મચી ગઈ હતી. જેમાં પોલીસ સ્ટેશન દારૂડિયાઓથી અને દારૂડિયાઓના પરિવારોથી ઉભરાયું હતું.

vapi
વલસાડ

વાપી પોલીસ વિભાગે 31stની ઉજવણીમાં દારૂની મહેફિલ માણનારા અને દારૂ પીને વાહન ચાલાવનારાઓ પર તવાઈ બોલાવી બે દિવસમાં 229 જેટલા દારૂડિયાઓની ધરપકડ કરી હતી. એવી જ રીતે વાપી GIDC, ડુંગરા પોલીસ મથક, ભિલાડ પોલીસ મથક, ઉમરગામ પોલીસ મથક, મરીન પોલીસ મથકમાં પણ મોટી સંખ્યામાં દારૂડિયાને પકડવામાં આવતા તમામ પોલીસ મથકો દારૂડિયાઓથી ઊભરાઇ ગયા હતા. તેમજ પોલીસ દ્વારા બે દિવસની ડ્રાઇવમાં અંદાજિત 700 જેટલા શરાબીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાપી ઉમરગામમાં 31st ઉજવણીમાં 700 જેટલા શરાબીઓની ધરપકડ

પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં કેટલાક પીધેલાઓને પોલીસ સ્ટેશનમાંજ જામીન આપતા છુટકારો થયો હતો. જ્યારે અન્ય કેટલાકને કોર્ટમાં રજૂ કરવા બસ ભરીને લઈ જવાયા હતાં. આજના દિવસે વકીલોને અને જામીનોને તડાકો પડ્યો હતો. જેમાં એક દારૂડિયાને છોડાવવા માટે 20થી 30 હજાર સુધીનો આંકડો વકીલોએ માંગ્યો હતો. તો જામીનકારોએ પણ 5 હજારથી 20 હજાર સુધીની રકમ માંગી હતી.

જો કે, નવાઈની વાત એ પણ હતી કે, દારૂના સેવનમાં પકડાયેલા આરોપીઓમાં મોટે ભાગે મધ્યમવર્ગના લોકો હતા. આ વખતે શ્રીમંત ઘરના નબીરાઓ પર પોલીસ મહેરબાન હોય તેમ ભિલાડમાં 4 શ્રીમંત નબીરો દારૂ પીધેલી હાલતમાં પકડાયા બાદ અન્ય શ્રીમંત નબીરાઓ પકડાયા હોવાના સમાચાર સામે આવ્યા નથી. પોલીસ સ્ટેશન જેમ પીધેલાઓથી ઉભરાયું હતું. તેમ તેને છોડાવવા આવેલા સ્વજનોથી પણ બહાર મેળાવડા જેવો માહોલ જામ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details