ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં અત્યારસુધી કુલ 21 હજારથી વધુ મેલેરિયા ટેસ્ટ થયા - malaria test in valsad

સમગ્ર વિશ્વ જયારે આજે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે વલસાડ જીલ્લામાં ગત વર્ષથી અત્યાર સુધીમાં 21 હજાર કરતા પણ વધુ મેલેરિયાના ટેસ્ટ થયા છે. ગત વર્ષે 14 કેસ નોંધાયા હતા. જયારે આ વર્ષે હજૂ સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયાને નાથવામાં સફળતા મળી છે.

વિશ્વ મેલેરિયા દિવસ
વિશ્વ મેલેરિયા દિવસ

By

Published : Apr 25, 2021, 2:10 PM IST

  • જિલ્લામાં ગત વર્ષમાં મેલરિયાના માત્ર 14 જેટલા કેસ સામે આવ્યા
  • મચ્છરથી ફેલાતો રોગ ગંદા પાણીમાં બેસેલા મચ્છર કરડવાનાથી થાય
  • ઠંડી લાગીને તાવ આવવોએ એના સમાન્ય લક્ષણ

વલસાડ : જિલ્લા આરોગ્ય વિભાગના મેલેરિયા વિભાગના આધિકારી ડૉક્ટરના જણાવ્યા મુજબ, વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમયાતંરે દરેક સ્થળે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. પાણીજન્ય અને મચ્છરજન્ય આ રોગને લઇને તમામ તકેદારી રાખવામાં આવે છે. જેને કારણે જ વલસાડ જિલ્લામાં ગત વર્ષમાં મેલરિયાના માત્ર 14 જેટલા કેસ સામે આવ્યા છે. આ કેસના દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા સારવાર અને દવાઓ આપવામાં આવતા તેઓ અત્યારે તંદુરસ્ત છે.

જિલ્લાના દરેક આરોગ્યકેન્દ્રમાં મેલરિયા અંગે નિદાન અને દવાઓ અપાય
મેલરિયા જીવાણૂંથી થતા રોગ છે જે પલ્ઝ્મોડિયમ જીવાણૂંના પ્લોતોઝોઆ દ્વારા થાય છે. વળી તે મચ્છરથી ફેલાતો રોગ હોવાથી ગંદા પાણીમાં બેસેલા મચ્છર કરડવાનાને કારણે થાય છે. ઠંડી લાગીને તાવ આવવોએ એના સમાન્ય લક્ષણ છે. વલસાડ જિલ્લાના દરેક આરોગ્યકેન્દ્રમાં મેલરિયા અંગે નિદાન અને દવાઓ આપવામાં આવે છે. તેમજ લોક જાગૃતતા માટે સમયાંતરે ગામોમાં જઈને લોકોને સમજણ પણ આપવામાં આવે છે.

વિશ્વ મેલેરિયા દિવસ

આ પણ વાંચો : આજે છે વિશ્વ મેલેરિયા દિવસ, કોરોના ડર વચ્ચે જાણો એક બિમારી વિશે....
આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે વિશેષ એક્શન પ્લાન બનાવી આગોતરૂ આયોજન
જિલ્લામાં ચોમાસા દરમિયાન મેલેરિયાના કેસ વધે છે. જેને ધ્યાને લઇ આરોગ્ય વિભાગ દર વર્ષે વિશેષ એક્શન પ્લાન બનાવી આગોતરૂ આયોજન કરે છે. ત્યારે આ વર્ષે 2021માં આત્યાર સુધીમાં મેલેરિયા માટે 21,581 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ એમાંથી એક પણ પોઝિટિવ નોંધાયો નથી.

આ પણ વાંચો : શહેરમાં મલેરિયાને નાથવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી

આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી

વલસાડ જિલ્લામાં જ્યાં સૌથી વધૂ વરસાદ થાય છે. એવા વિસ્તારમાં જ્યાં ગ્રામીણ કક્ષાએ વધુ મેલેરિયા થવાની દહેશત હોય છે, એવા સ્થળે પણ આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવતા હાલ વલસાડ જિલ્લામાં આ વર્ષે હજૂ સુધી મેલરિયાનો એક પણ કેસ સરકારી ચોપડે નોંધાયો નથી.

ABOUT THE AUTHOR

...view details