ગુજરાત

gujarat

વાપીમાં વતન વાપસીના ત્રણ દિવસમાં 15000થી વધુ ફોર્મ ભરાયા

By

Published : May 8, 2020, 4:58 PM IST

કોરોના મહામારી દરમિયાન વાપી અને આસપાસની ઔદ્યોગિક વસાહતમાં રોજીરોટી મેળવવા આવેલા હજારો પરપ્રાંતીયો વતનની વાટ પકડી રહ્યા છે. જે માટે વાપી મામલતદાર કચેરી ખાતે ધસારો વધ્યો છે. ત્રણ દિવસમાં વાપી મામલતદાર કચેરી ખાતેથી 15000થી પણ વધુ ફોર્મ ભરાયા છે.

વાપીમાં વતન વાપસીના ત્રણ દિવસમાં 15000થી વધુ ફોર્મ ભરાયા
વાપીમાં વતન વાપસીના ત્રણ દિવસમાં 15000થી વધુ ફોર્મ ભરાયા

વાપી: લોકડાઉન હેઠળ શરૂ કરાયેલી વતન વાપસીની પ્રક્રિયામાં ત્રણ દિવસમાં વાપીમાંથી 15000 ફોર્મ ભરાયા છે. વાપી અને તેની આજુબાજુના ગામોમાં રહેતા અને વાપીની કંપનીમાં કામ કરતા તથા હાલમાં કામધંધા વિના બેકાર બનેલા 15 હજારથી વધુ પરપ્રાંતીયોએ આ ફોર્મ ભર્યા છે.

વાપી તથા તેની આજુબાજુની ઉદ્યોગ વસાહતમાં કામ કરતા તથા કેટલાક છૂટક મજૂરી કરનારા પરપ્રાંતીયો હાલમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન વાપીમાં ફસાઈ ગયા છે અને કેટલાકની પાસે હવે કામ પણ રહ્યું નથી. જેને પગલે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, ઉતરાખંડ, હરિયાણા જેવા પ્રદેશના લોકો તેમના વતન જવા માટે પગપાળા જ નીકળી પડ્યા છે.

વાપીમાં વતન વાપસીના ત્રણ દિવસમાં 15000થી વધુ ફોર્મ ભરાયા
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તેમને વતન જવા માટેની પરવાનગી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વાપી મામલતદાર કચેરી ખાતે છેલ્લા ત્રણ દિવસથી કરવામાં આવી રહેલી ફોર્મ વિતરણ અને ફોર્મ જમાની કામગીરીમાં ત્રણ દિવસમાં 15 હજારથી વધુ શ્રમિકોએ વતન જવા માટે નોંધણી કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ તમામને રાજ્યો અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી વ્યવસ્થાને આધારે વતન મોકલવામાં આવશે તેમ મામલતદાર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details