વલસાડ: જિલ્લાના ભદેલી ખાતે મોરારજીભાઈ દેસાઈની 125 જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય પ્રધાન રૂપાણીએ મોરારજીભાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉદબોધન કરવા આવેલા વલસાડના સાંસદે મોરારજીભાઈ દેસાઈને જિલ્લા પ્રમુખના ગણાવી બફાટ કર્યો હતો. જેથી જિલ્લા પંચાયતના પ્રમુખની જવાબદારી સંભાળનારા મણિલાલ પટેલ પણ આ સાંભળીને ચોંકી ઉઠ્યા હતા.
મોરારજી દેસાઈની જન્મ જયંતિના કાર્યક્રમમાં સાંસદ કે. સી. પટેલનો બફાટ
સ્વર્ગીય મોરારજીભાઈ દેસાઈની 125મી જન્મજયંતિ નિમિત્તે શનિવારે વલસાડ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય પ્રધાન રૂપાણી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ડૉ.કે.સી.પટેલે ઉદબોધન કરવા સમયે ભૂલથી મોરારજીભાઈને જિલ્લા પંચાયતના પ્રમુખ ગણાવ્યા હતા.
વલસાડમાં યોજાયો મોરારજી દેસાઈનો કાર્યક્રમ
આ કાર્યક્રમમાં મહાનુભાવોને પોતાના વિચારો રજૂ કરવા માટે એક તક આપવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાના સાંસદ ડૉક્ટર કે.સી.પટેલ તમામના નામ બોલ્યા બાદ અંતે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મોરારજીભાઈનું નામ બોલ્યા હતા. જેથી મંચ પર બેઠેલા તમામ લોકોમાં હાસ્યનું મોજૂં ફરી વળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ચૂંટણી દરમિયાન અનેક કાર્યક્રમોમાં ડૉક્ટર કે.સી.પટેલ વિવાદોમાં રહ્યા હતા.