- 6 દિવસ પહેલાં જ વલસાડ જિલ્લામાં થઈ ગયું ચોમાસાનું આગમન
- સામાન્ય સંજોગોમાં 15 જૂન બાદ ચોમાસાનું આગમન વલસાડ જિલ્લામાં થાય છે
- વલસાડ જિલ્લામાં 7 તારીખ થી અનેક તાલુકાઓમાં વરસાદની હેલી નોંધાય છે
- વલસાડ શહેરમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો
- ધરમપુર અને કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન 100 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે
વલસાડઃ સામાન્ય સંજોગોમાં મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતથી ચોમાસુ વલસાડ જિલ્લાથી પોતાનું આગમન શરૂ કરે છે અને ગુજરાતમાં પ્રવેશે છે. ત્યારે આ વર્ષે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વલસાડ જિલ્લામાં 6 દિવસ પહેલા જ ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. એટલે કે 15 જૂન બાદ આવતો વરસાદ આ વર્ષે તારીખ 7 જૂનથી જ શરૂ થઈ ગયો છે. વલસાડ જીલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન ૧૦૦ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે.
છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતો વાવણી માટે બીયારણ લેવા પણ ઉમટી રહ્યા છે.
6 દિવસ પહેલા જ આવી પહોંચેલું ચોમાસુ ધીરે ધીરે હવે આગળ વધી રહ્યું છે જેને પગલે વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડા ઉમરગામ પારડી વલસાડ જેવા અનેક તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વાદળછાયુ વાતાવરણ થઇ અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે .તો બીજી તરફ વરસાદી માહોલ લઈને ખેડૂતોમાં આનંદની લાગણી છે. જેને પગલે હવે ડાંગરના પાક ઉપર નિર્ભર રહેતા ખેડૂતો પોતાના ખેતરમાં ડાંગર નાખવા માટે ડાંગરનું બિયારણ લેવા માટે ઉમટી રહ્યા છે.
આ પણ વાંચોઃ Olympics 2036 : ગુજરાતે યજમાની માટે તૈયારીઓ શરૂ કરી, AUDA એ બહાર પાડ્યું ટેન્ડર