વલસાડઃ વાપી જીઆઈડીસીમાં એક કંપનીમાં નોકરી કરતા અશોક મંડલ નામના કર્મચારીના સેલેરી એકાઉન્ટમાં તેમનો પગાર જમા થતા તેમણે ઘર ખર્ચ માટે એટીએમ મારફતે 10,000 રૂપિયા ઉપાડ્યા હતા અને બાકીના 9600 રૂપિયા ખાતામાં જમા રાખ્યા હતા, પરંતુ બાદમાં તેમના ખાતામાંથી અચાનક 9000 રૂપિયા ઉપડી ગયા હતા.
વાપીમાં કર્મચારીનો પગાર બેન્ક ખાતામાં જમા થતા જ 9100 રૂપિયાની ઉઠાંતરી, પોલીસ ફરિયાદ નોંધાઇ - વાપીમાં કર્મચારી
વાપીની એક કંપનીમાં નોકરી કરતા કર્મચારીના ખાતામાં પગાર જમા થયા બાદ કોઇ બેન્ક ચિટરે ATM મારફતે 9100 રૂપિયા ઉપાડી લીધાનો બનાવ સામે આવ્યો છે.
જ્યારે બીજા દિવસે બાકી બચેલા 600 રૂપિયામાંથી પણ 100 રૂપિયાની ઉચાપત થઇ ગઈ હતી. આથી ગભરાયેલા કામદારે રૂપિયાની ઉચાપત બાબતે બેન્કમાં ફરિયાદ કરી હતી. જ્યાં બેન્કકર્મીએ તેમને ચણોદના કોઈ ATMમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
જો કે, અશોક મંડલના જણાવ્યા અનુસાર એટીએમ કાર્ડ કે પાસવર્ડ તેમણે કોઈને આપ્યો નહોતો, છતા તેમના ખાતામાંથી કુલ 9100 રૂપિયા ગાયબ થઇ ગયા હતા. આમ પરસેવાની કમાણી અચાનક ખાતામાંથી નીકળી જતા હતભ્રત થયેલા અશોક મંડલે જીઆઇડીસી પોલીસ મથકમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ ફરિયાદના આધારે આગળની તપાસ શરૂ કરી છે.