- મોક્ષરથ સેવા સમિતિ દ્વારા ખાળકૂવામાં ખાબકેલું વાછરડું રેસ્ક્યૂ કરાયું
- ગત રાત્રિએ એક વાછરડું ખાળકુવાના હોલમાંથી અંદર પડી ગયું હતું
- પારડી મામલતદારે પાલિકાને જાણ કરતા કાર્યવાહી હાથ ધરાઇ
મોક્ષરથ સમિતિના સભ્યોએ પારડી સેવા સદનની પાછળ ખાળકૂવામાં પડેલા વાછરડાને બચાવ્યું
વલસાડ: પારડી નગરપાલિકાના હેડ કલાર્ક કિશોરભાઇ પરમારે ખાળકુવાના હોલમાં વાછરડું ખાબકવાની જાણ જાણ મોક્ષરથ સમિતિના અમિતભાઈ અને કીર્તિ ભાઈને કરતા તેમણે પાલિકાનું જેસીબી બોલાવી તેમજ સ્થાનિક આહિરોને સાથે રાખી ખાળકૂવામાં ખાબકેલા વાછરડાને દોરડાની મદદથી સહીસલામત બહાર કાઢ્યું હતું.
મોક્ષરથ સમિતિના સભ્યોએ પારડી સેવા સદનની પાછળ ખાળકૂવામાં પડેલા વાછરડાને બચાવ્યું મોક્ષરથ સમિતિના સભ્યોએ પારડી સેવા સદનની પાછળ ખાળકૂવામાં પડેલા વાછરડાને બચાવ્યું ખુલ્લા ગટર ઉપર ઢાંકણ મુકવામાં આવશે
બહાર આવતાં જ વાછરડું કુદકા મારતુ ભાગી છુટયું હતુ મોક્ષરથ સેવા સમિતિના સભ્યોએ એકવાર ફરીથી આ બાબતની જાણ પારડીના મામલતદારને કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતની ચર્ચા આર એન્ડ બી વિભાગ સાથે થઈ ગઈ છે અને આગામી ૨૪ કલાકમાં આ ખાડકુવા ઉપર ઢાંકણ મુકાઈ જશે એવી ખાતરી આપી હતી જેથી આ રીતનો અન્ય કોઈ અકસ્માત બને નહીં.
મોક્ષરથ સમિતિના સભ્યોએ પારડી સેવા સદનની પાછળ ખાળકૂવામાં પડેલા વાછરડાને બચાવ્યું