ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નવી દિલ્હીના ઉપક્રમે વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર બ્રિગેડ, પોલીસ જવાનોના સહયોગથી LPG ગેસ લીકેજનો ઘટના ઊભી કરતી mock drill સરીગામ ખાતે આવેલ SHV એનર્જી કંપનીમાં ઉભો કરવામાં આવ્યો હતો.
સરીગામ પ્લાસ્ટિક ઝોન GIDCમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું - fire sefty news
વલસાડ: ભૂકંપ કે આગ જેવી કોઈ ગંભીર ઘટના ઘટે, કેમિકલ ફેક્ટરીમાં નુકશાન થાય કે ગેસ ગળતર સર્જાય, ત્યારે સર્જાતી વિકટ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી શકાય, તે માટેની આબેહૂબ મોક ડ્રીલનું આયોજન વલસાડ જિલ્લાના ત્રણ સ્થળોએ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં રાજ્ય લેવલની રસાયણ ઔધોગિક મોક એક્સરસાઇઝ અતુલ કંપની, વાપી આરતી ઈન્ડસ્ટ્રીઝ અને સરીગામ પ્લાસ્ટિક ઝોન GIDCમાં SHV એનર્જી ખાતે LPG ગેસ લીકેજની માનવસર્જિત ઘટના ઉભી કરવામાં આવી હતી.
મોક ડ્રિલ યોજવા પાછળના કારણો અંગે SHV એનર્જી કંપનીના પ્લાન ઇન્ચાર્જ અનુપ સીંગે જણાવ્યું હતું કે, આ onside મોકલી હતી. જેમાં કંપનીના કર્મચારીઓ, પોલીસ અને ફાયરના જવાનોનો સહયોગ મળ્યો હતો. આવી કામગીરી કરવાથી જ્યારે પણ ઇમર્જન્સી ઊભી થતી હોય છે. ત્યારે લોકોને તકલીફ ન થાય, કંપનીમાં નુકસાન ન થાય તે રીતે તકેદારી રાખી મોટી દુર્ઘટના નિવારી શકાય છે. જે માટે સમયાંતરે આ પ્રકારની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે.
મોકડ્રીલ દરમિયાન વિજય સાબરે સેફટી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પોલીસ કર્મચારીઓ, બ્રિગેડના જવાનો અને કંપનીના કર્મચારીઓ માટે સલામતીના વિવિધ સાધનોનું નિર્દેશન કર્યું હતું. કંપની દ્વારા આગની ઘટનામાં ફાયરપ્રૂફ ડ્રેસ, સાયરન અને હુલ્લડો વખતે પથ્થરમારાથી બચી શકાય તેવી પ્રોડક્ટ પોલીસ જવાનો ફાયર બ્રિગેડના જવાનો અને કંપનીના કર્મચારીઓ સમક્ષ રજુ કરી તેની ખાસિયત અંગે માર્ગદર્શન આપ્યું હતું.