- આગ લાગે એવા સમયે કાઈ રીતે તકેદારી રાખવી એવા હેતુ થી મોકડ્રિલનું આયોજન
- હોસ્પિટલના ત્રીજા માળે આગ લાગતા ત્રણ લોકો ને રેકસ્ક્યુ કરાયા
- આગ લાગતા હોસ્પિટલનો સ્ટાફ નીચે ઉતરી આવ્યા
વલસાડની લોટ્સ હોસ્પિટલમાં આગના મોક ડ્રિલ થી દોડધામ મચી - Lots Hospital in Valsad
વલસાડની લોટસ હોસ્પિટલમાં સવારે અચાનક ત્રીજા માળે આગ લાગતા ભારે દોડધામ મચી હતી. જોકે બાદમાં હોસ્પિટલ દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણકારી મળતા લોકો એ હાશકારો લીધો હતો.
વલસાડ :લોટસ હોસ્પિટલમાં સવારે અચાનક ત્રીજા માળે આગ લાગતા ભારે દોડધામ મચી હતી.હોસ્પિટલનો સ્ટાફ તથા દર્દીઓ ફટાફટ નીચે ઉતરી આવ્યા હતા અને ફાયર વિભાગ તથા પોલીસ ને ફોન કર્યો હતો. ફાયર તથા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.ફાયર વિભાગ દ્વારા ત્રીજા માળે પાણીનો ફુવારો મારી ને આગ ને કાબુમાં લીધી હતી. ફાયર વિભાગે બે લોકોનું રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા હતા.
અચાનક બનેલી ઘટના ને લઈ ને લોકો એકત્ર થયા હતા. જ્યારે આ ઘટનાને લઇને વલસાડ શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકો હોસ્પિટલ પાસે ટોળે વળી આવી પહોંચ્યા હતા.જોકે બાદમાં મોકડ્રિલ થયું હોવાનું જાણ થઈ હતી જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.