વલસાડ: વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલી વલ્લભ સંસ્કારધામ, શ્રીમતિ શોભાબેન પ્રતાપભાઈ પટેલ બોર્ડિંગ સ્કૂલમાં સાતમા વાર્ષિક સ્પોર્ટ્સ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 1થી 8ના તમામ વિદ્યાર્થીઓએ વિવિધ રમતમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતને હોકી વર્લ્ડ કપ જીતાડનારા મેજર ધ્યાનચંદના પુત્ર અશોક ધ્યાનચંદે હાજરી આપી હતી. તેઓ હાલમાં ટીમ હોકીના મેનેજર છે.
મોબાઈલ બાળકોના વિકાસનો દુશ્મન છે: અશોક ધ્યાનચંદ - Boarding school
વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલી વલ્લભ સંસ્કારધામ, શ્રીમતિ શોભાબેન પ્રતાપભાઈ પટેલ બોર્ડિંગ સ્કૂલમાં 7માં વાર્ષિક સ્પોર્ટ્સ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતને હોકી વર્લ્ડ કપ જીતાડનારા મેજર ધ્યાનચંદના પુત્ર અશોક ધ્યાનચંદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

તેમણે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કુમળી વયના બાળકોને જે રીતે વાળવા હોય તે રીતે વળી શકે છે. જેથી બાળપણથી જ તેમનામાં ખેલ પ્રત્યે રુચિ વધે તેવી તકેદારી માતા-પિતાની તો છે જ. સાથે સ્કૂલના શિક્ષકોને પણ છે તેમણે જણાવ્યું કે, કોઈપણ રમતને માત્ર રમત તરીકે નહીં જોતાં તેને સ્કૂલના વિષય તરીકે લેવી જોઈએ જેથી ભવિષ્યમાં આવનારા ઓલમ્પિકમાં ભારતને વધુમાં વધુ મેડલ મળી શકે.
તેમણે કહ્યું કે, કુમળી વયના બાળકોના માનસ ઉપર સૌથી વધુ ખતરો હોય તો તે મોબાઈલનું દૂષણ છે. બાળકોને મોબાઈલનો ઉપયોગ કરતા અટકાવવા જોઈએ અને તેમને આઉટડોર રમત તરફ વાળવા જોઈએ. જેથી કરીને તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને ખેલ પ્રત્યે પણ તેમની રૂચિ જળવાઈ રહે.