ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડી આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોરના રસીકરણ અભિયાનનો પ્રારંભ ધારાસભ્ય કાનૂભાઈ દેસાઈએ કરાવ્યો - MLA Kanubhai Desai inaugurated

વલસાડ જિલ્લાના પારડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો હતો. આ તકે પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ દીપ પ્રાગટ્ય કરી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો આજે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંગણવાડી વર્કરો અને મેડિકલ સ્ટાફ ને રસી આપવામાં આવી હતી

પારડી આરોગ્ય કેન્દ્ર
પારડી આરોગ્ય કેન્દ્ર

By

Published : Jan 17, 2021, 8:52 AM IST

  • ભારતના સૌપ્રથમ સૌથી મોટું રસીકરણ અભિયાનનો પ્રારંભ
  • ધારાસભ્ય કનુભાઇ દેસાઇના હસ્તે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો
  • આંગણવાડી વર્કરોમાં કોરોના રસી લેવા માટે ભારે ઉત્સાહ

વલસાડ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.100 વર્કરોને રસી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે વહેલી સવારથી 10:30 સમગ્ર રાષ્ટ્રને સંબોધન કરી વર્તુળ માધ્યમથી ભારતનું સૌપ્રથમ સૌથી મોટું રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે પૈકી વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી દિપ પ્રાગટ્ય કરી 100 આંગણવાડી વર્કરોને રસી મુકવામાં આવી હતી.

આરોગ્ય કેન્દ્ર ખાતેથી આંગણવાડી વર્કરો ને પ્રથમ રસી

રસી લેવા મેડિકલ વર્કરોમાં ઉત્સાહ સમગ્ર ભારતમાં કોરોના ને નાબુદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ભારતના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.પારડીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આંગણવાડી વર્કરો ને પ્રથમ રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને લઇને રસી લેવા માટે આંગણવાડીની બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેમણે કહ્યું કે, તેમને કોઈ પણ પ્રકારનો ડર નથી. રસી કોરોના થી બચવા માટે મુકવામાં આવી રહી છે અને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલું આયોજન લોકોના હિતમાં હોય છે. ત્યારે તેમણે અન્ય લોકોને પણ આ રસી લેવા માટે અપીલ કરી છે.

આરોગ્યના વર્કરોએ રસીનો લાભ લીધો

રસીકરણ અભિયાન covid-19 રસી લેનારા દરેક વ્યક્તિને ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ બેચ લગાવવામાં આવ્યો હતો.રસી લીધા બાદ સતત 20 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. મોટાભાગના આરોગ્યના વર્કરોએ રસીનો લાભ લીધો હતો.દેશના સૌથી મોટા રસીકરણ અભિયાન વલસાડ જિલ્લો પણ પાછળ જિલ્લાના 6 જેટલા તાલુકાઓમાં દરેક તાલુકા દીઠ કેન્દ્ર ઉપરથી સો લોકોને રસીકરણ આપવાના કામનો પ્રારંભ થયો છે.

ABOUT THE AUTHOR

...view details