વલસાડઃ પારડી તાલુકાના સુકેસ ગામે પારસી ફળિયામાં એક 65 વર્ષીય વિધવાનું મકાન ભારે વરસાદને કારણે આઠ પતરા તૂટી ગયા હતા. જેને લઇને ભારે નુકસાન પહોંચ્યું છે.
પારડી તાલુકાના સુકેસ ગામે પારસી ફળિયામાં રહેતા રૂખીબેન મંગળભાઈ પટેલ, ઉંમર વર્ષ 65 શનિવારે આવેલા ભારે વરસાદ અને તેજ ગતિથી ફૂંકાયેલા પવનને કારણે ઘરના પતરાનો ભાગ પર તૂટી પડતાં વરસાદી પાણી ઘરમાં પડ્યું હતું. જેને લઇને ઘર માલિકને નુકસાન પહોંચ્યું છે. જોકે આ ઘરમાં વિધ્વા વૃદ્ધ મહિલા રહેતી હોય ઘટના બની, ત્યારે ઘરમાં નાના બાળકો અને બે મહિલાઓ હતા. પરંતુ ઘરના આગળના રૂમમાં પતરા આઠ જેટલા તૂટી ગયા છે.
સુકેસ ગામે વૃદ્ધ મહિલાના ઘરની છત તૂટી પડતા ચમત્કારિક બચાવ આ ઘટનામાં કોઈ જાનહાનિ બની ન હતી, પરંતુ અચાનક બનેલી ઘટનાને પગલે ઘરમાં રહેતા લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. સમગ્ર ઘટના બનતા બુમાબુમ થતા આસપાસના લોકો પાડોશી દોડી આવ્યા હતા અને ઘરમાં ફસાયેલી વૃદ્ધા અને બાળકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણકારી ગામના સરપંચને કરવામાં આવી હતી. જેને લઇ ગામના સરપંચે સ્થળ પર પહોંચી સર્વે કરી આ તમામની જાણકારી અધિકારીને પહોંચતી કરી છે.
મહત્વનું છે કે, આ ઘરમાં માત્ર બે વિધવા મહિલાઓ રહે છે અને તેના બે બાળકો રહે છે. એટલે કે, મહિલા નિરાધાર છે અને તેના ઘરની છત તૂટી પડી છે જેથી કરીને સરકાર દ્વારા આ મહિલાને આર્થિક સહાય મળે તેવી માગ કરી રહ્યા છે.