ગુજરાત

gujarat

ETV Bharat / state

આદિજાતિ રાજ્‍યપ્રધાન રમણલાલ પાટકરે જલારામ જયંતિ મહોત્‍સવની ઉજવણીમાં લીધો ભાગ - minister ramanlal patkar

વલસાડ: ધરમપુર તાલુકાનાં નાની વહિયાળ ખાતે સમસ્‍ત જલારામ ભક્‍તમંડળ તેમજ વૃક્ષપ્રેમી રતિલાલ પટેલ દ્વારા જલારામ બાપાનો 220મો જન્‍મ જયંતિ ઉત્‍સવ તથા નાની વહિયાળ ગામનો 41મો જન્‍મ જયંતિ ઉત્‍સવ ભક્‍તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પાવન અવસરે વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યપ્રધાન રમણલાલ પાટકર તેમજ ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ, મંડળના પ્રમુખ ખાલપભાઇ પટેલ, સરપંચ શોભનાબેન સહિત ભાવિક ભક્‍તજનો, ગ્રામજનો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

આદિજાતિ રાજ્‍યપ્રધાન રમણલાલ પાટકરે જલારામ જયંતિ મહોત્‍સવની ઉજવણીમાં લીધો ભાગ

By

Published : Nov 4, 2019, 2:10 AM IST

વલસાડ તાલુકાના ફલધરા ખાતે જલારામ જયંતિ અવસરે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વન અને આદિજાતિ રાજ્‍યપ્રધાન રમણલાલ પાટકરે જલારામબાપાની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્‍યાં હતા. આ પાવનપર્વે પાટકરે ભક્‍તજનો માટે બનાવાયેલા મહાપ્રસાદનું વિતરણ કરી શરૂઆત કરાવી હતી. આ અવસરે ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ, જલારામધામ ફલધરાના ફુલસિંગભાઇ પટેલ, સરપંચ, ગ્રામજનો સહિત હજ્‍જાઓની સંખ્‍યામાં ભાવિક ભક્‍તજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ અવસરે આદિજાતિ રાજ્‍યપ્રધાન રમણલાલ પાટકરે જલારામબાપાની સેવાભાવનાને યાદ કરતાં જણાવ્‍યું હતું કે, આ પૃથ્‍વી ઉપર અવતરેલા સાચા સંતોમાં જલારામબાપા એક છે, જેમના જન્‍મદિવસની સમગ્ર રાજ્‍યમાં ઠેર-ઠેર ભક્‍તિભાવપૂર્વક ઉજવણી કરી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે, જેના થકી ભારતીય સંસ્‍કૃતિ અને ધર્મનું જતન થઇ રહ્યું છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં નિઃસ્‍વાર્થભાવે સહભાગી થનારા ઉપર હંમેશા ભગવાનની કૃપા રહે જ છે. વધુમાં જણાવ્‍યું હતું કે, નાની વહિયાળ ગામના લોકો એકતાના સૂર સાથે જોડાયેલા છે, જે અભિનંદનીય છે.

રાજ્‍ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાકીય જાણકારી આપી રાજ્‍યપ્રધાન રમણલાલ પાટકરે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સમાજમાં શિક્ષિત લોકો હશે તો સમાજ જરૂર આગળ વધશે, તેમ જણાવી સારું અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણ મેળવવા હિમાયત કરી હતી. અને જલારામબાપાની કૃપા સૌની ઉપર રહે અને સાથે મળીને કામ કરવાની પ્રેરણા આપે તેવા શુભાશિષ પણ પાઠવ્‍યા હતા.

ABOUT THE AUTHOR

...view details