- રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કરાયા
- પરપ્રાંતિય NFSA રેશનકાર્ડ ધારકો ગુજરાત રાજ્યમાં પણ અન્ન પુરવઠો મેળવી શકશે
- કેટેગરીવાઇઝ 15 હજાર જેટલા લાભાર્થીઓનો ઉમેરો કરવામાં આવ્યો
ઘોડિપાડા: વન અને આદિજાતિ વિકાસ વિભાગનાં રાજ્યકક્ષાનાં પ્રધાન રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં ઉમરગામ તાલુકાનાં ઘોડિપાડા સાંસ્કૃતિક હોલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં આદિજાતિ વિકાસ રાજયપ્રધાન રમણલાલ પાટકરના હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડનું વિતરણ કરાયું હતું.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓના અભિવાદન સમારોહ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગરીબો માટેની અતિ મહત્ત્વની યોજનાની આજથી શરૂઆત થઇ રહી છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની સરકારે ગરીબો માટે આ વ્યવસ્થા કરી છે. ગામમાં વ્યવસ્થાપન થકી યોગ્ય લાભાર્થીઓને તેનો લાભ મળે તે પ્રકારનું સુચારું આયોજન સંબંધિત સરપંચો કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. ઉમરગામ તાલુકામાં એપ્રિલથી આજદિન સુધીમાં 15 દિવ્યાંગ કુટુંબોના 78 લાભાર્થીઓ, વૃદ્ધ પેન્શન મેળવતા 67 કુટુંબોના 332 લાભાર્થીઓ, વિધવા પેન્શન મેળવા 311 કુટુંબોના 1553 લાભાર્થીઓ, 25 શ્રમયોગીઓના 128 લાભાર્થીઓ અને અન્ય 2542 કુટુંબોના 12717 લાભાર્થીઓ મળી કુલ 2960 કુટુંબોના 14808 લાભાર્થીઓનો કેટેગરીવાઇઝ ઉમેરો કરાયો છે, તેમને પણ આ યોજના હેઠળ રાશન મળી રહેશે.
NFSA રેશનકાર્ડધારકો પણ ગુજરાત અન્ન પુરવઠો મેળવી શકશે