ઉમરગામ ધારાસભ્ય અને રાજ્યકક્ષાનાં વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણભાઈ પાટકરનો પુત્ર ધીરજભાઈ પાટકર છેલ્લા થોડા સમયથી ગંભીર બીમારીનો ભોગ બન્યા હતા. તેમની અમદાવાદમાં સારવાર ચાલતી હતી. પરંતુ તેમની તબિયતમાં સુધારો આવ્યો નહોતો. જે કારણે તેમને વતન ઘોડિપાડા ગામે લાવવામાં આવ્યા હતાં. જ્યાં તેમની તબિયત વધુ બગડતા આખરે રવિવારે તેમનું નિધન થયું હતું. પુત્રનું નિધન થતા પાટકર પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. સાંત્વના પાઠવવા રવિવારથી જ વલસાડ જિલ્લા સહિત અન્ય જિલ્લાના આગેવાનો આવી પહોંચ્યા હતા.
રાજ્યપ્રધાન રમણ પાટકરના પુત્રનું અવસાન, મંત્રીમંડળ અને રાજકીય આગેવાનોએ પાઠવી સાંત્વના - ધીરજ રમણભાઈ પાટકર
વલસાડઃ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના પ્રધાન રમણ પાટકરનાં પુત્રનું ટૂંકી માંદગી બાદ રવિવારે નિધન થયું હતું. સોમવારે તેમના પુત્ર સ્વ. ધીરજ રમણભાઈ પાટકરની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં વલસાડ કલેક્ટર સહિત સરકારી અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી સાંત્વના આપી હતી.
Minister of State for Forest and Tribal Development Raman Patkar's son death
સોમવારે સવારે 9 વાગ્યે સ્વ. ધીરજભાઈની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો, જિલ્લાના આગેવાનો, અધિકારીઓ, મંત્રીમંડળના પ્રધાનો સહિત જોડાયા હતાં. લોકોએ પાટકર પરિવાર પર આવી પડેલા અણધાર્યા દુઃખને સહન કરવાની શક્તિ પ્રભુ તેમના પરિવારને આપે તેમજ તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.