ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના તિથલ રોડ પર વેડફાયું લાખો લિટર પાણી - valsad

વલસાડ: શહેરમાં તિથલ રોડ ઉપર આવેલા તાલુકા વિકાસ અધિકારીના સરકારી આવાસ બહાર પાલિકા દ્વારા નાખવામાં આવેલી પીવાના પાણીની પાઇપલાઇનમાં કોઈ કારણસર અચાનક ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાયું હતું. માર્ગ ઉપર વહી રહેલું પાણી જાણે ચોમાસાના ઋતુની યાદ અપાવતું હતું.

સ્પોટ ફોટો

By

Published : Apr 14, 2019, 9:50 PM IST

વલસાડ તિથલ રોડ ઉપર તાલુકા વિકાસ અધિકારીના સરકારી આવાસ બહાર પાણીની પાઇપલાઇનમાં અગમ્ય કારણસર ભંગાણ સર્જાતા વહેલી સવારથી લાખો લીટર પાણી માર્ગમાં વેડફાયું હતું. જેના કારણે મુખ્યમાર્ગનો ઉપયોગ કરીને પસાર થતા વાહન ચાલકોને પાણીના વહેણમાંથી પસાર થવાની ફરજ પડી હતી. સરકારી આવાસની બહાર અને ઉચ્ચ કક્ષાના અધિકારીના બંગલાની બહાર બનેલી ઘટના છતાં પણ પાલિકાના કોઇપણ કર્મચારી બપોર સુધી તેને સમારકામ કરવાની તસ્દી લીધી ન હતી. જેના કારણે વહેલી સવારથી બપોર સુધી લાખો લીટર પાણી વેડફાયું હતું.

વલસાડ

એક તરફ જ્યાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલિકા દ્વારા નાખવામાં આવેલી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લોકોની તરસ છીપાવી શકે તેના કરતાં પણ વધુ પ્રમાણમાં પાણીનો જથ્થો વેડફાયો હતો.

ABOUT THE AUTHOR

...view details