- દરિયામાં લોકો ન જાય તે માટે પોલીસ વાહન દ્વારા એનાઉન્સમેન્ટ
- તિથલના દરિયા કિનારે વહેલી સવારે લોકો મોર્નિંગ વોક માટે આવતા હોય છે
- વાવાઝોડામાં કોઈ જાનહાની ન થાય તેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા માઇકથી એનાઉન્સમેન્ટ
વલસાડ : હવામાન વિભાગની આગાહીને પગલે અરબી સમુદ્રમાંથી પસાર થનારું વાવાઝોડીની અસર દક્ષિણ ગુજરાતના વલસાડ ના વિવિધ વિસ્તારોમાં પણ થઈ શકે છે. જેને પગલે તીવ્ર ગતિથી પવન ફૂંકાવવા સાથે ભારે વરસાદ થવો સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. જોકે આ સમય દરમિયાન દરિયા કિનારે કોઈ જાનહાની ન બને તે માટે પોલીસ વિભાગ સજ્જ છે અને તિથલના દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યા છે. જેથી કરીને કોઈ સહેલાણીઓ વાવાઝોડાના સમય દરમિયાન કિનારે ન રહે.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડા બાબતે રાજ્ય સરકારની કેવી છે તૈયારીઓ જુઓ અમારો આ અહેવાલ
પોલીસ વાહન દ્વારા માહિતી એનાઉન્સમેન્ટ કરીને લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે
તિથલના દરિયા કિનારે વહેલી સવારે લોકો મોર્નિંગ વોક પર આવતા હોય છે. તો દરિયા કિનારાની આસપાસના અનેક ગામોમાં પણ લોકો વાવાઝોડાના આગાહીને પગલે દરિયાથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે અને લોકોને તકેદારીના ભાગરૂપે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આજે રવિવારે તિથલના દરિયા કિનારે પોલીસ વાહન દ્વારા માહિતી એનાઉન્સમેન્ટ કરી લોકોને દરિયામાં ન જવા તેમજ દરિયા કિનારાથી દૂર રહેવા માટેની સૂચનો એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી હતી.