વાપી: વિવિધ એકમોમાં રોજીરોટી કમાવા આવેલા અને કોરોના મહામારીના લોકડાઉનમાં ફસાયેલા હજારો કામદારો હવે વતન જવા અધીરા બન્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ શ્રમિકો રસ્તા પર ઉતરી આવવાની ઘટનાઓ સામે આવતા વાપીમાં પણ મામલતદાર કચેરીએ પાસ માટે શ્રમિકોએ મેળાવડો જમાવ્યો હતો. જેને પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસે ટોળું વિખેરીને તમામને પરત મોકલ્યા હતા તેમજ 30 જેટલા લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરી કાયદાનો દંડો ઉગામ્યો હતો.
વાપીમાં શ્રમિકો વતન જવાની માગ સાથે રસ્તા પર ઉતર્યા
વલસાડ જિલ્લામાં લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં શ્રમિકો અટવાયા છે. અત્યાર સુધી ધીરજ રાખીને બેસેલા શ્રમિકોની ધીરજ હવે ખૂટી છે. અધૂરામાં પૂરું વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ દ્વારા પણ હેરાનગતિને લીધે લોકોના ટોળેટોળે રસ્તા પર ઉતરી રહ્યા છે.
વાપીમાં પરપ્રાંતીયોની ધીરજ ખૂટી, વતન જવાની માગ સાથે રસ્તા પર ઉતર્યા
વલસાડ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓના સંકલનના અભાવને પગલે શ્રમિકો અટવાઇ રહ્યા છે. ઓનલાઇન ફોર્મમાં અગવડતા અનુભવાતાા શ્રમિકોએ સરકારી કચેરી બહાર ફોર્મ લેવા માટે પડાપડી કરી હતી. જો આગામી દિવસોમાં વતન પહોચાડવાની વ્યવસ્થા ન કરવામાં આવે તો પરિસ્થિતિ વધુ બગડવાની શક્યતા લોકો વ્યક્ત કરી રહ્યા છે.