મધ્યાન ભોજન યોજના હેઠળ પારડી તાલુકામાં અનેક સ્કૂલોમાં કોન્ટ્રાક્ટર દ્વારા મધ્યાહન ભોજન પહોંચતુ કરવામાં આવે છે અને દરેક સ્કૂલોમાં અઠવાડિયાનું એક મેનુ નક્કી કરવામાં આવ્યુ છે. આ મેનુ અનુસાર જ ભોજન પહોંચતુ કરવામાં આવે છે. પરંતુ આ મેનુ અનુસાર ભોજન પહોંચતુ કરવામાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા અખાડા થઈ રહ્યા છે. જેનો વાસ્તવિક દાખલો આજે પારડી તાલુકાના નેવરી ગામે બહાર આવ્યો હતો. ગામના સરપંચે આજે પ્રાથમિક સ્કૂલમાં અચાનક મુલાકાત લીધી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા મોકલવામાં આવેલા મધ્યાહન ભોજનની ચકાસણી કરી હતી, જેમાં ટાઈમટેબલ અનુસાર સોમવારના રોજ વેજીટેબલ ખીચડી આપવામાં આવે છે, તેનો ઉલ્લેખ કર્યો હતો.
પારડી તાલુકાની સ્કૂલોમાં બાળકોના સ્વાસ્થય સાથે થતા ચેડા - Gujarati News
વલસાડ:ગ્રામીણ કક્ષાએ બાળકો ભણી શકે અને તેમને સમતોલ આહાર મળી શકે તે માટે પ્રાથમિક સ્કૂલોમાં મધ્યાહન ભોજન યોજના લાગુ કરવામાં આવી છે અને વલસાડ જિલ્લામાં કેટલાક તાલુકાઓમાં વિવિધ સ્કૂલોમાં મધ્યાહન ભોજન કોન્ટ્રાક્ટર દ્વારા પહોંચતુ કરવામાં આવે છે. જોકે આ ભોજન મોડી રાત્રે 12 વાગ્યા પછી બનાવવામાં આવે છે અને બીજે દિવસે 12:00 સ્કૂલમાં વિતરણ કરવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા કેટલી હશે તે તો કોન્ટ્રાક્ટર પર જ નિર્ભર કરે છે. જોકે આજે પારડી તાલુકાના નેવરી ગામે પ્રાથમિક શાળામાં સરપંચે અચાનક મુલાકાત લેતા કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતુ મધ્યાહન ભોજના અઠવાડિયાના મેનુ અનુસાર ન હતુ તેમજ ભોજનની ગુણવત્તા પણ યોગ્ય ન હોવાનુ બહાર આવ્યુ હતુ.
જ્યારે સ્થળ ઉપર ચેક કરતા માત્ર સાદી ખીચડી કે જેમાં ન તો કોઈ વેજીટેબલ હતા એક સામાન્ય દર્દીને પીરસવામાં આવતી સાદી ખીચડી એ પ્રકારની ખીચડી બાળકોને ભોજન માટે મોકલવામાં આવી હતી. સામાન્ય રીતે દર અઠવાડિયે બાળકોને શું આપવુ તે માટે વિશેષ મેનુ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે, જેમાંથી બાળકોને કેટલી કેલરી અને પોષણ મળે તે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોમવારે નાસ્તામાં સુખડી, બપોરે વેજીટેબલ ખીચડી ,મંગળવારે નાસ્તામાં ચણા ચાટ અને ભોજનમાં થેપલા અને સૂકી ભાજી,બુધવારે વેજીટેબલ પુલાવ અને નાસ્તામાં સિંગ , કઠોળની દાળ, ગુરુવારે દાળ ઢોકળી અને નાસ્તામાં ચણા ચાટ, શુક્રવારે દાળભાત,અને નાસ્તામાં મુઠીયા, શનિવારે વેજીટેબલ પુલાવ નાસ્તામાં ચણા ચાટનું મેનુ નક્કી છે પરંતું અહીં તો સ્થિતી તેના કરતા અલગ જ હતી.
વળી એ ભોજન પણ ક્યારેય બન્યુ હશે એ તો યોજનાનો કોન્ટ્રાક્ટ આપે છે. ત્યારે બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે છે કે નહીં એ બાબતની ચકાસણી કરવાની પણ સરકારી અધિકારીઓને પણ નથી તેવુ સ્પષ્ટ આ ઘટના ઉપરથી બહાર આવી રહ્યુ છે. બાળકો જ્યારે જમવા બેસે ત્યારે નાસ્તાની સુખડી અને ખીચડી બંને એક જ થાળીમાં જોવા મળી તો ગામના સરપંચે સુખડી પણ પોતે આરોગી અને તપાસ કરતાં જાણવા મળ્યુ કે, સુખડી પણ કાચી જ હતી અને તેમાં ઘઉંના લોટનો સ્વાદ પરખાઇ આવતો હતો, જે પરથી એ સ્પષ્ટ થયુ કે બાળકોને કાચુ પાકુ ભોજન પીરસવામાં આવે છે, અને દેખરેખ કરનાર કોઈ ન હોય એટલે કોન્ટ્રાક્ટર તેની મનમાની મુજબ યોગ્ય ગુણવત્તાવાળુ નહીં , પરંતુ યોગ્ય ભોજન અને એ પણ રાત્રે 12 વાગે બન્યુ હોય અને બીજે દિવસે સવારે 11 વાગ્યા સુધી સ્કૂલે પહોંચતુ કરવામાં આવે છે, ત્યારે બાળકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થાય એવી સંભાવનાઓ રહેલી છે. જો કે, આ બાબતે સરપંચે કોન્ટ્રાક્ટરને ફોન કરતા ફરીથી આવુ નહીં થાય તેવી ખાતરી પણ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જો વલસાડ જિલ્લાની પારડીની 100 થી વધુ સ્કૂલો વાપીની 64 સ્કૂલોમાં સ્ત્રી શક્તિ એનજીઓ દ્વારા મધ્યાહન ભોજન બનાવી પોહચતુ કરવાનો આ કોન્ટ્રાકટ ચલાવવામાં આવે છે. મોટાભાગની સ્કૂલોમાં આ જ પ્રકારનું ભોજન જતુ હોય તો અહીં સવાલ એ થાય છે કે શું પ્રાથમિક શિક્ષણ અધિકારી આ સમગ્ર બાબતની તપાસ નહીં કરતા હોય શું જિલ્લા કલેક્ટર પણ આ બાબતે કોઈ તપાસ કામગીરી નહીં કરી હોય ? સરકાર એક તરફ વિદ્યાર્થી અને બાળકોના પોષણ માટે લાખો રૂપિયા ખર્ચીને યોજનાનો કોન્ટ્રાક્ટ આપે છે, ત્યારે બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે છે કે નહીં એ બાબતની ચકાસણી કરવાની પણ સરકારી અધિકારીઓને પણ નથી તેવું સ્પષ્ટ આ ઘટના ઉપરથી બહાર આવી રહ્યું છે.