વલસાડ: જિલ્લામાં ભારે વરસાદના પગલે સર્જાતી પરિસ્થિતિ તેમજ ચોમાસાની ૠતુમાં લાઇન ડિપાર્ટમેન્ટ્સ સક્રિય અને સંવેદનશીલ કામગીરી કરે, તે માટે વલસાડ જિલ્લા કલેક્ટર આર આર રાવલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકને સંબોધતા કલેક્ટર રાવલે નગરપાલિકા વિસ્તારોમાં રસ્તા, સાફ-સફાઇ, રખડતા ઢોરોને નિયંત્રિત કરવા, સ્ટેટ અને પંચાયત માર્ગ અને મકાન વિભાગોના રસ્તા, નાળા, ચેકડેમોના પ્રશ્નો, નેશનલ હાઇવે પર પાણી ભરાવાના તેમજ પારડી-ખડકી ખાતેના ટ્રાફિકના પ્રશ્નનું નિરાકરણ, DGVCLના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા, જરૂર પડયે ગ્રાઉન્ડ લેવલે કવીક રીસ્પોન્સ ટીમ બનાવી વીજળીના પ્રશ્નો હલ કરવા તેમજ બીનજરૂરી વીજકાપ ન મૂકવા, BSNLના ટેલીફોન સતત કાર્યરત રહે, ગુજરાત ગેસના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય અને ઉદ્ભવતી સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ લાવવા માટે કન્ટ્રોલ રૂમોના ટેલીફોન નંબર આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કરવા લોકીને વિનંતી કરવામાં આવી છે.
જિલ્લા કંટ્રોલ રૂમ, વલસાડ ૦૨૬૩૨-૨૪૩૨૩૮, ૧૦૭૭ (ટોલ ફ્રી), ૨૪૯૩૩૫-ફેકસ
પોલીસ કંટ્રોલ રૂમ- ૨૫૩૩૩૩, ૨૪૨૯૦૦, ૨૫૩૪૦૮-ફેકસ
દમણ ગંગા કંટ્રોલ રૂમ- ૨૫૪૫૦૧થી ૫૦૪, ૨૫૪૫૦૨-ફેકસ
મધુબન ડેમ સાઇટ ૦૨૬૦-૨૬૪૦૨૩૨ (સબડીવિઝન), ૦૨૬૦-૨૬૪૦૨૧૩ (ડીવીઝન), ૦૨૬૦-૨૬૪૦૩૫૫
ફોરેસ્ટ વાયરલેસ કંટ્રોલરૂમ ૨૪૨૫૦૯, ૨૪૨૫૧૦ (ઉત્તર), ૨૫૩૮૦૯ (દક્ષિણ)
સ્ટેટ કંટ્રોલરૂમ ગાંધીનગર ૦૭૯-૨૩૨૫૧૯૦૨, ૫૧૯૦૦, ૦૭૯૨૩૨૫૧૯૧૪, ૨૩૨૫૧૯૧૬, ૨૩૨૫૧૯૧૨ -ફેકસ
ડીજીવીસીએલ ૨૪૪૨૨૫, ૨૪૪૪૧૦, ૨૪૪૩૧૩, ૮૯૮૦૦૨૭૮૮૯, ૬૩૫૯૩૮૫૨૪
ફીશરીઝ કંટ્રોલરૂમ ૨૫૪૨૦૪, ૨૪૮૦૮૪
માર્ગ અને મકાન સ્ટેટ ૨૪૪૧૨૮, ૨૪૪૧૨૬
આરોગ્ય વિભાગ ૨૫૩૦૮૦, ૨૫૪૨૨૭