- જિલ્લા કલેકટરે કોરોના અંગે ETVના માધ્યમથી લોકોને સંદેશો આપ્યો
- બેડની સંપૂર્ણ વ્યવસ્થા સાથે તંત્રએ ખાસ હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો
- ખાસ કમિટી દ્વારા મોતનું ચોક્કસ કારણ નક્કી કરવામાં આવે છે
વલસાડ:જિલ્લા કલેક્ટરે કોરોના અંગે ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બેડની સંપૂર્ણ વ્યવસ્થા સાથે વહીવટીતંત્રે ખાસ હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો છે. રેમડેસીવીરનો જથ્થો મર્યાદિત આવતો હોવાથી જે દર્દીઓને સૌથી વધુ જરૂરિયાત છે તે મુજબ આપવામાં આવે તે માટે ખાસ મિટિંગનું આયોજન કરી સૂચના આપવામાં આવશે.
વલસાડ જિલ્લામાં રેમડેસીવીર અને ઓક્સિજનને લઈને કલેક્ટરની બેઠક યોજાઈ આ પણ વાંચો:સુરતમાં હોસ્પિટલની બહાર રેમડેસીવીર ઇન્જેક્શન માટે લાગી લાંબી કતાર
તંત્રએ આપેલા આંકડા વાસ્તવિક
કોરોનામાં મોતના આંકડા સરકાર અને આરોગ્ય વિભાગ છુપાવતા હોવાના આક્ષેપ અંગે કલેક્ટર આર.આર.રાવલે ETV ભારત સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, તંત્ર જે આંકડા આપી રહ્યું છે તે વાસ્તવિક છે. હોસ્પિટલોમાં કોરોનાથી થતા મોત અન્ય કારણોસરથી થતા મોત અંગે ખાસ કમિટી મોતનું ચોક્કસ કારણ નક્કી છે. જોકે, દરેક વ્યક્તિનું મોત એ એક દુઃખદ ઘટના છે. પંરતુ, તે સાથે સત્યને પણ પ્રાધાન્ય આપવું જોઈએ.
આ પણ વાંચો:વડોદરામાં કોરોના કહેર યથાવત: 414 કેસ નોંધાયા, 2 દર્દીઓનું મોત
આર. આર. રાવલ, કલેકટર, વલસાડ