વલસાડ: પારડી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સભા યોજાઇ હતી. આ સમગ્ર સભા શરૂ થાય તે પહેલાં જ ભાજપના કાર્યકરોએ સભ્યોને પોતાના તરફ કરવા માટે જાહેરમાં ખેંચાતાણ કરી હતી અને હાથાપાઇ પર ઉતરી આવ્યા હતા.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6ના મહિલા સભ્યો સંગીતા પટેલ અને સીતા પટેલ બંને કોઈ કારણસર ગેરહાજર રહ્યાં હતા. ત્યારે સંગીતા પટેલના પતિ આ જ સમયે ત્યાં પહોંચીને સભામાં ચૂંટણી અધિકારી સમક્ષ એવો આક્ષેપ કર્યો હતો કે, તેમની પત્નીને કોંગ્રેસના કેટલાક લોકો બળજબરીપૂર્વક અપહરણ કરી ગયા છે, જેને લઈને તેમણે પોલીસમાં પણ અગાઉ અરજી આપી હતી.
હાઉ વોલ્ટેજ ડ્રામા બાદ સભા મોફૂફ પારડી પાલિકાની સભા શરૂ થતાં જ ભાજપે કોંગ્રેસના કેટલાક સભ્યો પર આક્ષેપ કરતા કહ્યું કે, કેટલાક એવા સભ્યો છે. જેઓ આ સભામાં દારૂનો નશો કરીને આવ્યા છે, જેના પગલે સભા શરૂ થાય તે પહેલા જ 20 મિનિટ સુધી સતત હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. સમગ્ર સભા દરમિયાન કોંગ્રેસના 13 સભ્યો જ્યારે ભાજપના માત્ર 11 સભ્યો હોવાના કારણે ભાજપના સભ્યોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
હાઉ વોલ્ટેજ ડ્રામા બાદ સભા મોફૂફ બીજી તરફ પૂર્વે મૂળ કોંગ્રેસમાં અને ત્યાર બાદ ભાજપમાં જોડાયેલા આસિફ, જયેશ પટેલ, જીતેન્દ્ર રમણ ભંડારી અને દિલીપ પટેલ આ ત્રણે સભા શરૂ થતાં જ કોંગ્રેસની પડખે આવી જતા કોંગ્રેસના 13 જેટલા સભ્યો થઈ ગયા હતા. જેના પગલે સમગ્ર સભામાં ભારે હોબાળો થયો હતો.
15 મિનિટનો સમય પૂર્ણ થઇ જતા બુધવારે ફરીથી ચૂંટણી અધિકારીએ આ સમગ્ર સભા મોકૂફ રાખી હતી. દારૂનો નશો કરીને આવેલા કહેવાતા કોંગ્રેસના બે સભ્યોને પોલીસે નગરપાલિકા ખાતેથી અટકાયત કરી હતી. પાલિકાની ચૂંટણીમાં બંને પક્ષના સભ્યોની બેદરકારીને કારણે સમય વ્યતીત થઈ ગયો હતો અને સમગ્ર સભા મોકૂફ રહી હતી.