ગુજરાત

gujarat

ETV Bharat / state

Medical Students Protest in Valsad : દિલ્હીના મેડિકલ વિદ્યાર્થીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું - નીટ પીજી કાઉન્સિલિંગ 2021

દિલ્હીમાં આંદોલન કરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓના સમર્થનમાં વલસાડના મેડિકલ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વલસાડ મેડિકલ કોલેજ ખાતે IMA,વલસાડ અને GMERS, વલસાડના વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે વિરોધ પ્રદર્શન (Medical Students Protest in Valsad) યોજાયું હતું.

Medical Students Protest in Valsad : દિલ્હીના મેડિકલ વિદ્યાર્થીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું
Medical Students Protest in Valsad : દિલ્હીના મેડિકલ વિદ્યાર્થીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું

By

Published : Dec 30, 2021, 1:40 PM IST

વલસાડ: દિલ્હીમાં થોડા દિવસ પહેલા NEET-PG COUNSELLING 2021 વહેલું કરાવવાની માંગણી સાથે શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરી અમાનુષી અત્યાચાર ગુજારતા સમગ્ર દેશના તબીબોના મનમાં ઊંડા દુઃખ અને ઉગ્ર રોષની લાગણી ભભુકી ઉઠી હતી. આ ઘટનાના વિરોધમાં આજરોજ વલસાડ મેડિકલ કોલેજ ખાતે IMA,વલસાડ અને GMERS, વલસાડના વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે વિરોધ પ્રદર્શન (Medical Students Protest in Valsad) કરવામાં આવ્યું હતું.

ન્યાય નહીં મળે તો ઇમરજન્સી સેવાઓ બંધ કરશે તબીબો

તબીબોને ન્યાય આપવા માગણી

વલસાડ મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં તબીબોએ ઉપસ્થિત રહી જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલાં લેવાય અને તબીબોને ન્યાય મળે એવી (Medical Students Protest in Valsad) માંગણી કરી હતી. આ પ્રસંગે IMA વલસાડના પ્રેસિડેન્ટ ડો નીરવ ભુલાભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ડોક્ટરો હંમેશા લોકસેવા સાથે જોડાયેલો શાંતિપ્રિય સમુદાય રહ્યો છે પરંતુ ડોક્ટરો સાથે આ પ્રમાણે આતંકવાદીઓ જેવો વ્યવહાર બિલકુલ સ્વીકાર્ય નથી.

આ પણ વાંચોઃ NEET UG 2021 Controversy over the question of physics: હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ લોકસભા સ્પીકરના ઘરની બહાર પહોંચ્યા

જવાબદાર સામે પગલાં ન લેવાય તો ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરાશે

તબીબો ક્યારેય એવું નથી ઈચ્છતાં કે કોઈપણ દર્દીઓ હેરાન થાય એટલા માટે માનવતાના ધોરણે ક્યારેય emergency સુવિધાઓ બંધ નથી કરી. પરંતુ જો આવી ઘટનાઓ સતત બનતી રહેશે અને ઘટનાના જવાબદાર લોકો સામે જો પગલાં (Medical Students Protest in Valsad) લેવામાં નહીં આવે તો તબીબ સમુદાય emergency સહિતની તમામ સેવાઓ બંધ કરી શકે છે જેના માટે તંત્ર જ જવાબદાર રહેશે.

તબીબોના સંસ્કારને નબળાઈ સમજવાની જરૂર નથી

તબીબોના સંસ્કારોને નબળાઇ નહીં સમજશો એવી ચેતવણી આપતાં વિદ્યાર્થી નેતા ડૉ. પાર્થ આસોદરિયા સહિતના મેડિકલ વિદ્યાર્થીઓએ પણ પહેલા તાલી, થાળી અને પછી ગાલી જેવી નીતિને કડક શબ્દોમાં વખોડી કાઢી તંત્રની (NEET-PG COUNSELLING 2021) બેધારી નીતિનો વિરોધ (Medical Students Protest in Valsad) કર્યો હતો.

આ પણ વાંચોઃ NEET-SS Exam Pattern : સુપ્રીમ કોર્ટે કહ્યું - "અમલદાર અસંવેદનશીલ, યુવા ડોક્ટર્સ ફૂટબોલ નથી"

ABOUT THE AUTHOR

...view details