ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ: કપરાડામાં માતૃવંદના સપ્તાહની ઉજવણી કરાઇ - માતૃવંદના સપ્તાહની ઉજવણી

વલસાડ: જિલ્લામાં માતૃ વંદના સપ્‍તાહ કાર્યક્રમ અંર્તગત કપરાડા તાલુકામાં જાગૃતતા રેલી યોજી સગર્ભા બહેનોની નોંધણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. હાલમાં ‘પ્રધાનમંત્રી માતૃ વંદના' યોજનાના હેઠળ ‘માતૃ વંદના સપ્‍તાહ' કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા પ્રથમ વખત સગર્ભા થયેલી બહેનો કે, જેઓ ‘પ્રધાનમંત્રી માતૃ વંદના' યોજનાના લાભથી વંચિત રહી ગઇ હોય તેઓના ફોર્મ ભરાવી નોંધણી કરાવી યોજના હેઠળ આવરી લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

કપરાડામાં માતૃવંદના સપ્તાહની ઉજવણી કરાઇ
કપરાડામાં માતૃવંદના સપ્તાહની ઉજવણી કરાઇ

By

Published : Dec 11, 2019, 10:44 PM IST

આ યોજના હેઠળ ત્રણ તબક્કામાં કુલ પાંચ હજાર રૂપિયાની સહાય સગર્ભા બહેનોને આપવામાં આવે છે. આ અંગે રેલી યોજી યોજના વિશે ગ્રામજનોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. આ રેલીમાં સગર્ભા બહેનોને માટે ઉપરી આહાર તથા સગર્ભા બહેનો 6 મહિના પુરા કરી 7માં મહિનામાં પ્રવેશ કરે, ત્‍યારે લેવામાં આવતા આહાર, દેખભાળ વગેરે વિશે સમજણ કેળવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કપરાડાના સીડીપીઓ ઘટક 1,2,3 અને આંગણવાડી કાર્યકર બહેનો, તેમજ અન્‍ય કર્મચારી, અધિકારીગણ તથા ગામની બહેનો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details