ગુજરાત

gujarat

ETV Bharat / state

Mass wedding program in Vapi: વાપીમાં જમીઅત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન યોજવા સાથે કોરોના વોરિયર્સનું સન્માન કરાયું - કોરોના વોરિયર્સનું સન્માન

વાપીમાં વર્ષોથી બિનવારસી મૃતદેહોની દફનવિધિ-અગ્નિસંસ્કાર કરી કોમી એકતાની મિશાલ બનેલા જમીઅત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા (Jamiat Ulama Hind Vapi Trust )વાપીમાં પ્રથમ વખત મુસ્લિમ-હિંદુ યુવક-યુવતીઓના સમૂહ લગ્નનું( Mass wedding program in Vapi)આયોજન કરી 13 નવદંપતિઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતાં. તેમજ જિલ્લામાં પત્રકારો, પોલીસ જવાનો, આરોગ્ય કર્મચારીઓ અને સામાજિક સંસ્થાના સભ્યોને કોરોના વોરિયર્સનું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

Mass wedding program in Vapi: વાપીમાં જમીઅત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન યોજવા સાથે કોરોના વોરિયર્સનું સન્માન કરાયું
Mass wedding program in Vapi: વાપીમાં જમીઅત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન યોજવા સાથે કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

By

Published : Feb 14, 2022, 6:32 PM IST

વલસાડઃ વાપીમાં રવિવારે મુસ્લિમ સમાજનો પ્રથમ સમૂહ લગ્નકાર્યક્રમ યોજાયો(Mass wedding program in Vapi) હતો. એ સાથે જિલ્લામાં કોરોના કાળ દરમિયાન જીવન જોખમે ફરજ નિભાવનાર આરોગ્ય કર્મચારીઓ, પોલીસ, સામાજિક સંસ્થાઓ અને પત્રકારોનું કોરોના વોરિયર્સ તરીકે (honor of Corona Warriors )સન્માન કરવામાં આવ્યું હતું.

સમૂહ લગ્ન

હિન્દૂ-મુસ્લિમ સમાજની ગરીબ દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન

વાપીના ડુંગરા વિસ્તારમાં ઉભા કરેલા લગ્ન મંડપના શામિયાણામાં જમીઅત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા (Jamiat Ulama Hind Vapi Trust)પ્રથમ હિંદુ-મુસ્લિમ સમાજની ગરીબ દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને અન્ય ટ્રસ્ટીઓ, સભ્યોની એક વરસથી ઈચ્છા હતી કે કોરોના કાળમાં જે લોકોએ જીવના જોખમે પોતાની ફરજ બજાવી છે. તેવા કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવું જોઈએ. જે ધ્યાને રાખી સંસ્થાએ આ દિવસે સમૂહ લગ્ન કાર્યક્રમ સાથે આવા કોરોના વોરિયર્સને લગ્ન સમારંભમાં દંપતીઓને આશીર્વાદ આપવા પધારવાનું આમંત્રણ આપવા સાથે તેમને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા

કાર્યક્રમ સ્થળે હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણી મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સ એવા વલસાડ જિલ્લાના પત્રકારોને પહેલી વખત જાહેર મંચ પરથી સન્માનિત કરી સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. એ ઉપરાંત વલસાડ જિલ્લાના પોલીસ જવાનો, સરકારી આરોગ્ય હોસ્પિટલના તબીબો, કર્મચારીઓ, શહેર અને જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો સભ્યોને પણ સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃસુખાલા ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું, 51 દંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા

સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા

આ કાર્યક્રમમાં ગરીબ પરિવારની 13 દીકરીઓના ટ્રસ્ટના ખર્ચે લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્નમાં તમામ દીકરીઓને જરૂરી સોના-ચાંદીના દાગીના, લગ્નનો તમામ સામાન આપી પ્રભુતામાં પગલાં પડાવી સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા. ટ્રસ્ટની આ પહેલને વાપીના જાણીતા ઉદ્યોગપતિ સિરિષ દેસાઈ, વાપી નગરપાલિકા પ્રમુખ સાહિતન અગ્રણી મહાનુભાવોએ પણ વખાણી હતી. લગ્ન સમારંભમાં થતા ખોટા ખર્ચા સામે આ પહેલ અન્ય સમાજ પણ અનુસરે તેવી ઈચ્છા પ્રગટ કરી હતી. તેમજ કોરોના વોરિયર્સના સન્માનની પહેલને પણ સરાહનીય ગણાવી હતી.

મૃતદેહોને અંતિમ મંજિલે પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

ઉલ્લેખનીય છે કે જમિઅત ઉલેમાએ હિન્દ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને સભ્યો વાપીમાં વર્ષોથી રેલવેમાં, હાઇવે પર કે અવાવરું સ્થળે મૃત્યુ પામેલા બિનવારસી મૃતદેહની દફનવિધિ અગ્નિસંસ્કાર કરી કોમી એકતાની મિશાલ પૂરી પાડતા આવ્યા છે. કોરોના કાળમાં પણ કોરોના મૃતદેહોને જ્યારે કોઈ હાથ લગાડવા પણ તૈયાર નહોતા ત્યારે આ સંસ્થાના સભ્યોએ પોતાની એમ્બ્યુલન્સમાં પોતાના ખર્ચે કોરોના મૃતદેહને લાવી નિયમોનુસાર અને જે ધર્મની ધાર્મિક વિધિ અનુસાર મૃતદેહને અગ્નિસંસ્કાર કે દફનવિધિ કરી છે. ઇન્તેખાબ ખાન છેલ્લાં 35 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને અંદાજીત 10,000 થી વધુ મૃતદેહોને કોઈ પણ પ્રકારનો છોછ રાખ્યા વિના અંતિમ મંજિલે પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચોઃપોરબંદરમાં મીરા ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના 50 યુગલોના લગ્ન

ABOUT THE AUTHOR

...view details