વલસાડ જિલ્લાના ST ડેપો પર હાલમાં પાસ કઢાવવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ઇન્ટરનેટ સાઇટ ઉપર વધુ ભારણ આવવાના કારણે ધીમી ગતિએ પાસ નીકળી રહ્યા હતા. જેના કારણે અનેક મુસાફરો અને વિધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વલસાડ ST ડેપો દ્વારા વધુ 2 નવા કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા અને ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર એક દિવસમાં 500 થી 600 જેટલા કન્સેશન પાસ કાઢવા માટે આવી રહ્યા હતા.
વલસાડ ST ડેપો પર પાસ કઢાવવા માટે ભારે ઘસારો - Valsad breaking news
વલસાડઃ ગુજરાત ST વિભાગ દ્વારા વિદ્યાર્થી, મુસાફરો અને સામાન્ય નાગરિકોને સુવિધા મળી રહે તે માટે પાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેને લઇને હાલ વલસાડ જિલ્લામાં પણ ST ડેપો ઉપર વહેલી સવારથી કન્સેશન પાસ મેળવવા માટે ભારે ભીડ જામી હતી. જોકે અગાઉ માત્ર એક જ કાઉન્ટર શરૂ હતું. જેને લઇને લાંબી લાઈનો જોવા મળતી હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી વધુ 2 નવા કાઉન્ટર શરૂ કરવામાં આવતા રોજિંદા 500 જેટલા પાસો કાઢવામાં આવી રહ્યા છે.
વલસાડ ST ડેપો પર રોજિંદા નીકળી રહ્યા છે 500 પાસવ,
નોંધનીય છે કે, વલસાડ શહેરમાં આવેલી કોલેજમાં કપરાડા ધરમપુર વાપી સહિત અનેક વિસ્તારોથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને તેઓને રોજિંદા આવજાવ કરવા માટે પાસની જરૂર પડતી હોય છે જેના કારણે પાસ મેળવવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.