મરીન પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર સાગર સુરક્ષા કવચ હેઠળ પોલીસ મહાનિરીક્ષક, કોસ્ટલ સિક્યોરીટી ઇન્ટે. ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીએથી આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ મથક દ્વારા દરિયાઇ પેટ્રોલિંગની મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મરીન પોલીસ દ્વારા રિકવિઝીટ બોટ ભાડે કરી હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ સાથે 3 મરીન કમાન્ડો સવારે 9 કલાકના અરસામાં દરિયાઇ પેટ્રોલિંગ માટે કિનારાથી આઠ નોટીકલ માઇલ અંદર ગયા હતા.
જ્યાં એક શંકાસ્પદ બોટ દમણ તરફ જતાં નજરે પડતા રિકવિઝીટ બોટ ઉપર સવાર અધિકારીઓએ બોટને શંકાસ્પદ બોટ પાસે લઇ જઇ તેને ધીમી કરવાનો ઇશારો આપી તપાસ કરતા બોટનું નામ શિવનેરી IND MH6-MM જાણવામાં આવ્યું હતું. બોટમાં વધુ તપાસ કરતાઅંદર નવ વ્યક્તિઓ નજરે પડતા તરત જ ઉમરગામ મરીન પોલીસ મથકનો સંપર્ક કરીને બોટને ઉમરગામ દરિયાકાંઠે લાવવામાં આવી હતી.