વલસાડજિલ્લાના ગાંજાની હેરફેર અંગે પોલીસને જાણ થઈ હતી. અહીં આરોપી નવી નકોર કારમાં ગાંજો ભરી સુરત લઈ જતો હોવાની બાતમી (Valsad Police) પોલીસને મળી હતી. ત્યારે પોલીસ બાતમીના સ્થળ પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે જ સમયે કારચાલક આવતા પોલીસે કારને ઊભી રાખવા કહ્યું હતું, પરંતુ કારચાલક કાર હંકારી ભાગી ગયો હતો. જોકે, પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી તેમાંથી 250 કિલોની ગાંજો (marijuana seized by Valsad LCB) ઝડપી પાડ્યો હતો.
પોલીસે પારડી હાઈવેથી ધમડાચી સુધી પીછો કર્યો પૂર્વ બાતમીને આધારે પોલીસે કાર ઝડપીવલસાડ પોલીસની (Valsad Police) એલસીબીની (Valsad LCB) ટીમને પૂર્વ બાતમી મળી હતી કે, એક કારમાં હાઈવેથી ગાંજો સુરત તરફ જવાનો છે. તેના આધારે પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. ત્યારે મુંબઈથી સુરત તરફના ટ્રેક ઉપર નવી નકોર કાર જે સુરત જઈ રહી હતી. પોલીસને શંકા જતા કારણે ઈશારો કરી ઉભી રાખવાનું કહ્યું હતું. તેમ છતાં કારચાલકે કાર હંકારી મૂકી હતી અને પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો
પોલીસે પારડી હાઈવેથી ધમડાચી સુધી પીછો કર્યોપારડી હાઈવે (Pardi Highway) ઉપર ઈશારો કરવા છતાં કારચાલકે કાર ઊભી નન રાખતા પોલીસની શંકા વધુ પ્રબળ બની હતી અને કારનો ફિલ્મી સ્ટાઈલથી પીછો કરવામાં આવ્યો હતો. પોલીસને પીછો કરતા જોઈ પકડાઈ જવાના ડરથી ચાલક નવી નકોર કાર ધમડાચી હાઈવે ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં ગાંજો મળી (marijuana seized by Valsad LCB) આવ્યો હતો.
કારમાંથી તપાસ કરતા 250 કિલો ગાંજો કબજે કર્યોપોલીસે (Valsad Police) પારડીથી છેક વલસાડના ધમડાચી હાઈવે સુધી કારનો પીછો કરતા કારચાલક પોલીસને જોઈ કાર મૂકી ભાગી છૂટ્યો હતી. પોલીસે કારની તપાસ કરતા કારમાંથી 250 કિલો ગાંજો મળી (marijuana seized by Valsad LCB) આવ્યો હતો જેને સુરત લઇ જવાતો હોવાનું બહાર આવ્યું હતું હાલ તો પોલીસે કાર કબજે લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સાથે જ પોલીસે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે કારચાલક સામે NDPS એક્ટ (NDPS Act) હેઠળ ગુનો નોંધાયો છે.