વાપીમાં ગલગોટાના ભાવ વધ્યા, 150થી 250 રૂપિયા કિલો વેચાયા - ગણેશ ઉત્સવ 2020
ધાર્મિક તહેવારો દરમિયાન ફૂલ-ફળ, મીઠાઈ-ફરસાણમાં અતિશય ભાવવધારો થતો હોય છે. હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ફૂલના બજારમાં ભાવ ઝડપથી વધી રહ્યા છે. એમાંય ખાસ કરીને ગલગોટાની માગને જોતા તેના ભાવ પ્રતિ કિલો 150 થી 250 સુધી પહોંચ્યા છે.
ગલગોટાના ભાવ વધ્યા
વાપી: દેશમાં હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે મહોત્સવના પ્રથમ દિવસે વાપી તેમજ જિલ્લામાં ગલગોટાના ફૂલ 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા. સતત બે દિવસ સુધી ઊંચા ભાવ બાદ મંગળવારથી ગલગોટાના ભાવ થોડા નીચા આવ્યા છે. તેમ છતાં સામાન્ય દિવસોમાં 50 થી 80 રૂપિયા કિલો વેંચતા ગલગોટાના ફૂલ હાલમાં 150 થી 180 રૂપિયા કિલો સુધી વેચાઇ રહ્યા છે.