ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં ધુમ્મસને પગલે આંબાવાડી અને શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોમાં ચિંતાનું મોજુ - વલસાડ તાજા સમાચાર

વલસાડઃ ઉત્તરના પવનો ગુજરાત તરફ વેહતા થતા, ગુજરાતમાં પણ અનેક જિલ્લામાં ઠંડી વધી રહી છે. છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો ગગડી પડતા લોકો ઠંડીમાં ધ્રુજી રહ્યા છે. એમાં પણ વહેલી સવારે ધુમ્મસવાળું વાતવરણ રહેતા ખેડૂતોમાં ચિંતાનાનું મોજું ફરી વળ્યુ છે.

etv bharat
વલસાડ જિલ્લામાં ધુમ્મસને પગલે આંબાવાડી અને શાકભાજી કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ

By

Published : Jan 3, 2020, 6:59 PM IST

હવામાન વિભાગ દ્વારા હાલમાં વધુ 2 દિવસ સુધી ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડી પડવાની આગાહી કરી છે. જેને પગલે શિયાળો જામ્યો છે જો કે, ઠંડીની સાથે સાથે વહેલી સવારે ધુમ્મસ વાળું વાતવરણ પણ સર્જાતું હોય છે. શાકભાજી અને આંબાવાડી ધરાવતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે.

છેલ્લા બે દિવસથી ધુમ્મસ વાળું વાતવરણ સર્જાતા વહેલી સવારે ૫ ફૂટ સુધી સ્પષ્ટપણે જોઈ ન શકાય તેવુ વાતાવરણ જોવા મળે છે.લોકો વાહનોની લાઈટો ચાલુ કરી જે જતા નજરે પડે છે. તો બીજી તરફ ધુમ્મસ ભર્યુ વાતાવરણની સીધી આસર શાકભાજી કરતા ખેડૂતોને પડે છે. ધુમ્મસ વાળા વાતાવરણને કારણે પાકમાં ઈયળ અને જંતુ પડવાની દહેશત છે.

વલસાડ જિલ્લામાં ધુમ્મસને પગલે આંબાવાડી અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ

તો બીજી તરફ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને આંબે મંજરી આવવાની ઋતુ હોય છે. ત્યારે જ ધુમ્મસમાં મંજરી ઓછી આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. ત્યારે આવા સમયમાં ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે.

હજુ આગામી દિવસમાં ઠંડી વધુ પડે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે પણ જો ધુમ્મસ વાળું વાતાવરણ રહે તો ખેડૂતોને નુકશાન થશે એ વાત નક્કી છે.

ABOUT THE AUTHOR

...view details