વલસાડઃ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતાં તેમજ ગેરકાયદેસર હથિયાર બાબતે વોચ રાખી ગુનાહિત જણાય તેવા ઇસમો કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચના PSI જી.આઈ. રાઠોડ, LCBના ASI મિયા મહંમદ ગુલામ રસુલ શેખ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ ચીમનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ રણજીતસિંહ પેટ્રોલિંગમાં હતા.
પેટ્રોલિંગ દરમિયાન રીતેશભાઈને મળેલી બાતમીના આધારે ઘડોઇ ગામ તરફ જતા માર્ગ ઉપર એક યુવક પર શંકા જતા તેને અટકાવી તપાસ કરી હતી. તેની પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં યુએસ બનાવટની એક પિસ્તોલ જેની કિંમત 1 લાખ રૂપિયા, જીવતા કારતૂસ નંગ 40 જેની કિંમત રૂપિયા 4,000 તેમજ એક આઇફોન મોબાઇલની કિંમત 40,000 રૂપિયા મળી કુલ 1,44,000ના મુદ્દામાલ યશ પટેલ નામના યુવકની ધરપકડ કરી છે.