- 13 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનારાને 10 વર્ષની સજા
- 2017માં બની હતી ઘટના
- મેડિકલ પૂરાવાના આધારે આરોપી દોષીત
વલસાડઃ જિલ્લાના વાપી ખાતે વર્ષ 2017માં 13 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનારા રામચન્દ્ર બાબુ રાવ મિસ્ત્રીને વલસાડ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા 10 વર્ષની સખત સજા અને 2 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ ભોગ બનનારી બાળકીને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે ચૂકાદો આપ્યો છે. જો કે, આ કિસ્સામાં ફરિયાદીની માતા કોર્ટમાં પોતાની જુબાનીથી વિમુખ થઈ ગયા હોવાથી સરકારી વકીલે નામદાર સુપ્રીમ કોર્ટના હેમુદાન ગઢવી વીર ગુજરાત રાજ્યનો ચૂકાદો રજૂ કરી મેડિકલ પૂરાવાના આધારે પણ આરોપીને દોષિત ફેરવવા માટે દલીલ કરી હતી. જે અંતર્ગત નામદાર કોર્ટે તેમની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને મેડિકલ પૂરાવાને આધારે દોષિત ઠેરવી 10 વર્ષની સખત સજા સંભળાવી હતી.
વર્ષ 2017માં બની હતી દુષકર્મની ઘટના
2017માં વાપીના એક વિસ્તારમાં ૧૩ વર્ષીય બાળકી ઘરની બહાર રમી રહી હતી. આ દરમિયાન રામચન્દ્ર બાબુરાવ મિસ્ત્રી બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે બાળકીને ગુપ્ત ભાગેથી લોહી વહેતું થઈ ગયું હતું. આ સમગ્ર બાબતની જાણકારી તેણે માતા-પિતાને કરી હતી. જે બાદ તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આરોપી રામ બાબુરામ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી હતી.
વલસાડની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં આ કેસ ચાલ્યો
પોલીસે રામ બાબુરામ મિત્રોની ધરપકડ કર્યા બાદ સમગ્ર કેસની ચાર્જશીટ વલસાડની નામદાર સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં રજૂ કર્યા બાદ આ કેસ કોર્ટમાં ચાલી આવ્યો હતો. જેમાં આજે મંગળવારે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખ્યા બાદ નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠેરવી સજા સંભળાવી હતી.