ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડથી ઇન્ટરસ્ટેટ ST સેવાનો પ્રારંભ થશે, જાણો ટાઇમટેબલ - Valsad

કોરોનાની મહામારીને લઈને લોકડાઉન શરૂ થયા બાદ ગુજરાત એસટી વિભાગ દ્વારા મોટા ભાગના રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે, અનલોકમાં ધીરે-ધીરે એસટી વિભાગની અનેક ટ્રીપો શરૂ કરવામાં આવી છે. જે પૈકી હવે ઇન્ટરસ્ટેટ એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે દોડતી બસ રવિવારના રોજથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના પગલે વલસાડ ડેપોથી નાસિક જતી ત્રણ જેટલા રૂટ રવિવારના રોજ શરૂ થઈ જશે અને એમાં પણ અનલોક-5ની પ્રક્રિયા અનુસાર કોરોનાના નિયમોની ગાઈડલાઈન અનુસાર પ્રવાસીઓને 75 ટકા સીટિંગ કેપેસિટી સાથે બેસાડીને રવાના કરવામાં આવશે. તો સાથે-સાથે મહારાષ્ટ્રથી આવતા તમામ પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત પણે કરવાનું રહેશે.

વલસાડથી મહારાષ્ટ્રના નાસિક ઇન્ટરસ્ટેટ ST સેવાનો થશે પ્રારંભ
વલસાડથી મહારાષ્ટ્રના નાસિક ઇન્ટરસ્ટેટ ST સેવાનો થશે પ્રારંભ

By

Published : Oct 10, 2020, 8:55 PM IST

વલસાડઃ ગુજરાત એસટી વિભાગ દ્વારા અનલોક-5ની પ્રક્રિયા શરૂ થતા એસટી ડેપોની મોટાભાગના રૂટની બસો શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે રવિવારથી ઇન્ટરસ્ટેટ બસની શરૂઆત કરતા પ્રથમ ગુજરાતી મહારાષ્ટ્ર જતી બસની શરૂઆત કરવામાં આવશેે.

મહત્વનું છે કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઇન્ટરસ્ટેટ એસટી બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે ગુજરાત તરફથી રવિવારના રોજ તારીખ 11 આ સેવાઓ શરૂ થશે. જેનો પરિપત્ર શુક્રવારની સાંજે વલસાડ ડેપોને ફાળવવામાં આવ્યો છે. જેને પગલે હવે વલસાડ ડેપોથી મહારાષ્ટ્રના નાસિક તરફ જતી બસો શરૂ થશે. હાલમાં વલસાડ ડેપોથી ત્રણ જેટલા રૂટો દોડાવવામાં આવે છે. જેમાં 6:00 વાગ્યે, 10 વાગ્યે તેમજ સાંજના 3:00 આમ ત્રણ રૂટો નાસિક તરફ દોડાવવામાં આવશે.

વલસાડથી મહારાષ્ટ્રના નાસિક ઇન્ટરસ્ટેટ ST સેવાનો થશે પ્રારંભ

વલસાડ એસટી ડેપોના મેનેજરના જણાવ્યા અનુસાર રવિવારના રોજથી આ ત્રણે રૂટો શરૂ કરવામાં આવશે અને જે માટે કોરાનાની ગાઈડલાઈન સંપૂર્ણપણે ચુસ્ત રીતે પાલન કરવી ફરજિયાત છે. હાલમાં આ બસમાં 75 ટકા સીટિંગ કેપેસિટી રાખી પ્રવાસીઓને પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. મહારાષ્ટ્ર આવતી તમામ બસોને ફરજિયાત પણે સેનીટાઇઝર કરવામાં આવશે. તેમજ આ બસોમાં મહારાષ્ટ્ર પ્રવાસ કરી ગુજરાતમાં આવતા તમામ પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનીંગ કરાવવું ફરજિયાત છે.

વલસાડથી મહારાષ્ટ્રના નાસિક ઇન્ટરસ્ટેટ ST સેવાનો થશે પ્રારંભ

મહત્વનું છે કે, કોરોના કાળ પૂર્વે વલસાડ એસટી ડેપોની આવક રોજિંદા સાડા છ લાખ જેટલી હતી. પરંતુ કોરોના શરૂ થયા બાદ અનલોક સરકારે કર્યું અને ધીરે-ધીરે પ્રથમ સોશિયલ ડિસ્ટન્સ સાથે 60 ટકા પ્રવાસીઓ સીટિંગ કેપેસિટી જ્યારે બાદમાં 75 ટકા સીટિંગ કેપેસિટી સાથે પ્રવાસ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે વલસાડ ડેપોની રોજની આવક હાલમાં 4.5 લાખ થઈ રહી છે. એટલે કે રોજિંદા દિવસો કરતા હાલમાં વલસાડ એસટી ડેપોને રોજનું 1 લાખથી 1.5 લાખ જેટલું આવક નુકસાન પહોંચી રહ્યું છે. પણ તેમ છતા આગામી દિવસમાં ધીરે-ધીરે તમામ બસ શરૂ કરવામાં આવતા આ આવક બમણી થવાની આશા એસટી ડેપોના મેનેજરે વ્યક્ત કરી છે.

વલસાડથી મહારાષ્ટ્રના નાસિક ઇન્ટરસ્ટેટ ST સેવાનો થશે પ્રારંભ, જાણો ટાઇમટેબલ

મહત્વનું છે કે, લોકડાઉન દરમિયાન એક માસ સુધી સંપૂર્ણપણે એસટી સેવા બંધ રહી હતી, પરંતુ તે બાદ સરકારે ધીરે-ધીરે આ સેવાઓ શરૂ કરી છે અને કોરોનાની ગાઈડલાઈન અનુસાર એસટીમાં પણ 75 ટકા સીટિંગ કેપેસિટી સાથે પ્રવાસીઓને હાલમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે હવે ઈન્ટરસ્ટેટ સેવા રવિવારના રોજથી શરૂ કરવામાં આવી છે. જેને મહારાષ્ટ્ર તરફ જનારા પ્રવાસીઓ આવકારી રહ્યા હોવાનું જણાઈ આવે છે.

ABOUT THE AUTHOR

...view details