વલસાડઃરાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી (Heavy Rain in Gujarat) રહ્યો છે. વલસાડના કાંજણ રણછોડ ગામમાં વરસાદી માહોલને પગલે જર્જરિત શાળાનું આગળનું છજજૂ તૂટી પડતાં (primary school room collapsed)વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. 155 જેટલા વિદ્યાર્થીઓ આ જર્જરીત પ્રાથમિક શાળામાં (Kanjan Ranchod Primary School )ભણતા હતા અને શાળા શરૂ થતાં જ થોડા સમય બાદ વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસમાં બેઠા હતા તે જ સમયે શાળાનું છજ્જુ પડતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયો હતો. તુરંત જ એસએમસીના સભ્યો સ્કૂલે દોડી આવ્યા હતા.
શાળાનું આગળનું છજજૂ તૂટી પડ્યું -ગામના આગેવાનો પણ તુરંત શાળાએ પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતના હોલમાં શિફ્ટ કર્યા હતા. નસીબ જોગે કોઈ પણ વિદ્યાર્થી કે શિક્ષકને ઈજા પહોંચી નથી કારણકે જ્યારે આ છજ્જુ પડ્યું ત્યારે વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર ભણી રહ્યા હતા. મોટાભાગે શાળાઓમાં ભોજન સમયે બાળકોને ઓટલે ભોજન અર્થે બેસાડવા આવે છે જો ભોજન સમયે જો આગળનું છજ્જુ પડ્યું હોત તો મોટી ઘટના કાજણ રણછોડ ગામે બની હોત.
આ પણ વાંચોઃGujarat Rain Update : બંધારો છલકાતા લોકોના હૈયે આનંદની હેલી