આ તે કેવી દેશભક્તિ! શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને અધિકારીઓ જ ના આવ્યાં - maa tujhe salaam program in vapi
વાપી: વાપીમાં દેશના શહીદ વિર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા વલસાડના આદિવાસી વિકાસ સેવા સંગઠન દ્વારા "માં તુજે સલામ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વલસાડ, નવસારી અને સંઘપ્રદેશના જાણીતા રાજકીય આગેવાનો, આદિવાસી આગેવાનો, સરકારી અધિકારીઓને ખાસ આમંત્રણ પાઠવ્યું હતું. પરંતુ તેમાંના એક પણ વ્યક્તિએ અહીં 2 મિનિટના મૌન પાળવા જેટલી પણ દેશભક્તિ ના દાખવતા કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહી હતી.
શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને અધિકારીઓ જ ના આવ્યાં
આદિવાસી વિકાસ સંગઠન દ્વારા શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના આ કાર્યક્રમમાં માજી સૈનિકો ઉપરાંત દેશ માટે સીમાના રખોપા કરનાર સૈનિક ખુશાલ વાઢુ, ગુજરાતથી રાજસ્થાન સુધી પર્યાવરણની જનજાગૃતિ ફેલાવી હજારો વૃક્ષોનું વાવેતર કરનાર આશાપુરા માનવ કલ્યાણ સંસ્થાના અધ્યક્ષ નાનજીભાઈ ગુર્જરનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.