- GIDC અને સંઘપ્રદેશમાં કામ કરતા કામદારોનું સ્થળાંતર શરૂ
- લકઝરી બસોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા
- લકઝરી સંચાલકો નિયમ મુજબ પેસેન્જરથી વધુ પેસેન્જર ભરી રહ્યા
વાપી (વલસાડ) : GIDC અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી-દમણમાં ઉદ્યોગોમાં કામ કરતા કામદારોનું સ્થળાંતર શરૂ થઇ ગયું છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના આ કામદારો પાસે લકઝરીવાળા બેફામ ભાડું વસૂલી ઘેટાં-બકરાની જેમ ભરીને લઈ જઈ રહ્યા છે. વાપીમાં પેપીલોન અને બોમ્બે હોટેલ પરથી મંગળવારે એક જ દિવસમાં 20થી વધુ લકઝરી બસોના સંચાલકો કામદારોને બસમાં ભરીને રવાના થયા હતા. આ સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતાં.
બસોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા સ્વૈચ્છિક લોકડાઉન લાગ્યું હોવાથી કામદારોએ સ્થળાંતર શરૂ કર્યું
વાપીમાં પેપીલોન હોટેલ નજીક ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા લકઝરીવાળાઓએ હાલ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવાનું શરૂ કર્યું છે. વાપી અને સેલવાસ દમણમાં કોરોના મહામારીને કારણે સ્વૈચ્છિક લોકડાઉન લાગ્યું હોવાથી કામદારોએ સ્થળાંતર શરૂ કર્યું છે. આ વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોને સપ્તાહમાં 2 દિવસ ઘરે બેસવું પડી રહ્યું છે. લોકડાઉનના ડરથી વતન પરત જવાનું શરૂ કર્યું છે. કોરોનાના ડર વચ્ચે વતન જતા કામદારો ઘરે લગ્ન-પ્રસંગ હોય, પરિવારના સભ્યો બિમાર હોય તેવા બહાના મારી વાપીમાંથી યુપી, બિહાર, મધ્યપ્રદેશ પરત જઇ રહ્યા છે.
બસોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા આ પણ વાંચો : મુંબઈમાં લોકડાઉનના ડરથી પોતાના વતન તરફ સ્થળાંતર કરી રહ્યા છે મજૂરો
એક સોફામાં 2 પ્રવાસીની સામે 4થી 5 પ્રવાસીને બેસાડવામાં આવી રહ્યા
લકઝરી સંચાલકોનું કહેવું છે કે, અમે એક બસમાં 80થી વધુ લોકોને બેસાડીએ છીએ. 2,000થી 2,500 રૂપિયા ભાડું વસૂલી રહ્યા છીએ. સોશિયલ ડિસ્ટન્સ તો બસમાં રહશે નહિ. પરંતુ અમે બસને સેનેટાઈઝ કરીએ છીએ. સિંગલ સોફા પર 2 પ્રવાસીઓ ભરીને લઈ જવાનું કહેતા લકઝરી સંચાલકો પણ નિયમ મુજબ પેસેન્જરથી વધુ પેસેન્જર ભરી રહ્યા છે. એક સોફામાં 2 પ્રવાસીની સામે 4થી 5 પ્રવાસીને બેસાડી 2,000થી 2,500 દીઠ બેફામ ભાડું વસૂલી રહ્યા છે. છતાં પણ તેઓ ખોટ ખાતા હોવાનું અને કોરોના મહામારીમાં સેવા આપતા હોવાની સૂફીયાણી વાતો કરી રહ્યા છે.
બસોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા બોમ્બે હોટેલના માલિક ભોજન અને પાણીની વ્યવસ્થા કરી રહ્યાવાપીમાંથી વતન બિહાર, યુપી, મધ્યપ્રદેશ જતા કામદારો ઘરવખરી સાથે ધોમધખતા તડકામાં બોમ્બે હોટેલ પર આવી રહ્યા છે. જેઓને બોમ્બે હોટેલના માલિક ભોજન અને પાણીની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી રહ્યા છે. જેમાં હોટેલના માલિકનું કહેવું છે કે, હોટેલના પાર્કિંગમાંથી રોજની 4થી વધુ લકઝરી બસો અન્ય રાજ્યમાં જઇ રહી છે. જેમાં કેટલાક લોકો પાસે ટિકિટના પૈસા પણ નથી. જેઓની ટિકિટની વ્યવસ્થા પણ તેઓ કરીને આપી રહ્યા છે.
બસોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા આ પણ વાંચો : સુપ્રીમનો આદેશઃ સરકાર પરપ્રાંતિય મજૂરોને 15 દિવસમાં ઘરે મોકલે
કોરોના વધુ વકરશે તો તેમાં લકઝરીવાળાઓનો રોલ મુખ્ય ગણાશે
પેપીલોન અને બોમ્બે રેસ્ટોરન્ટ પર પ્રવાસી કામદારોના ધાડેધાડા જોવા મળતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળતા ટાઉન પોલીસની ટીમ પણ હોટેલ પર પહોંચી હતી. કામદારોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવ્યું હતું. જો કે, એક બસમાં 90 જેટલા લોકોને ઘેટાં-બકરાની જેમ ભરીને લઈ જતા ટ્રાવેલ્સના ડ્રાઇવર, કંડક્ટર ગાયબ થઈ ગયા હતાં. જેને કારણે પ્રવાસીઓ 2 કલાક સુધી કાળઝાળ ગરમીમાં પરેશાન થયા હતા. જો આવા સમયે કોરોના વધુ વકરશે તો તેમાં લકઝરીવાળાઓનો રોલ મુખ્ય ગણાશે.
બસોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા