વલસાડ : દેશમાં કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે આંતરરાજ્ય પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે નિયમોમાં હળવી છૂટછાટ આપતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર વાહનોની અવરજવર શરૂ થઈ છે. વલસાડ જિલ્લો ગુજરાતનો છેવડાનો જિલ્લો છે. જિલ્લાની સરહદ પર અછાડ ચેકપોસ્ટ આવેલી છે. જ્યાં હાલ વાહનોની લાંબી કતારો લાગી રહી છે. ચેકપોસ્ટ પર બન્ને તરફના આવાગમન માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર વાહનોની લાંબી કતાર સાથે આવાગમન શરૂ - ગુજરાત મહારાષ્ટ્રની સરહદ
ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર વલસાડ જિલ્લાની અછાડ ચેકપોસ્ટ ખાતે સઘન ચેકીંગ સાથે આવાગમન શરૂ કરાયું છે. પાસ પરમીટ સાથે ગુજરાતમાં પ્રવેશતા અને ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતા વાહનોની લાંબી કતાર લાગી છે. પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ કરી પ્રવેશ અપાઈ રહ્યો છે.
ગુજરાત
પોલીસ દ્વારા આવતા જતા બધા વાહનોની તપાસ કરી પાસ પરમીટનું ચેકીંગ કરી પ્રવેશ અપાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર પાર્સિંગના વાહનોની એક તરફ લાંબી કતાર છે. તો બીજી તરફ ટ્રક જેવા ભારે વાહનોની કતાર છે. તમામને ચેકીંગ બાદ પ્રવેશ અપાઈ રહ્યો છે.