વલસાડ નજીક આવેલા ડુંગરીના રામજી મંદિર ખાતે વલસાડ જિલ્લા પોલીસ અધ્યક્ષ સુનિલ જોશીની અધ્યક્ષતામાં જાહેર પ્રશ્નોના નિરાકરણ માટે પોલીસ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડુંગળી તેમજ આસપાસના ગામોના સરપંચ તેમજ ડુંગળીના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે કાયદાકીય જાહેર હિતના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. જેમાં ડુંગળી તેમજ આસપાસના વિસ્તારમાં CCTV કેમેરા મુકવામાં પોલીસ સ્ટેશનમાં મહેકમની પડી રહેલી ઘટને પુરી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
વલસાડના ડુંગરી ગામે DYSPની હાજરીમાં પોલીસ લોકદરબાર યોજાયો
વલસાડ: ડુંગરી ગામે રામજી મંદિરમાં વલસાડ જિલ્લા પોલીસ અધ્યક્ષની હાજરીમાં પોલીસ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ મહેકમ તેમજ GRD અને ટ્રાફિક બ્રિગેડને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
વલસાડના ડુંગરી ગામે DYSPની હાજરીમાં પોલીસ લોકદરબાર યોજાયો
તો આ સાથે જ પોલીસ અધ્યક્ષ સુનિલ જોશીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ આજના ઈન્ટરનેટના જમાનામાં થઈ રહેલા ચેકિંગના કેસોથી ચેતવા લોકોને જણાવ્યું હતું. તેમજ ઇન્ટરનેટના ઉપયોગ માટે મોબાઇલ બેન્કિંગ કરતી વખતે સાવચેતી રાખવા માટે પણ માહિતી આપી હતી.