ગુજરાત

gujarat

ETV Bharat / state

મુંબઈની મહિલાએ ધરમપુરના વાંઝલટ ગામે 150 અનાજની કીટનું વિતરણ કર્યું - વાંઝલટ

લોકડાઉન અને કોરોના વાઈરસના ફેલાવા વચ્ચે સેવા ભાવી લોકો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા આગળ આવી રહ્યા છે. મુંબઈના એક સેવાભાવી મહિલાએ ધરમપુરના એક ગામમાં 150 રાશન કીટનું વિતરણ કર્યું હતું.

rashan kit distribution
રાશન કીટ

By

Published : May 5, 2020, 11:48 AM IST

વલસાડઃ "જન સેવા એજ પ્રભુ સેવા" સૂત્રને યથાર્થ કરતા મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહેતા અને મહિલા દીને જેમને સમાજ સેવા માટે વાવ વુમન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, એવા બીજલ જગડ અને તેમના સાથી મિત્ર વિશાલ ભાઈ ગડા દ્વારા ધરમપુરના અંતરિયાળ ગામોના જરૂરિયાતમંદ લોકો માટે 150 જેટલી અનાજની કીટ પહોંચતી કરી છે. આ કીટ લોકમંગલ ચેરીટેબલ ટ્રસ્ટના નીલમ પટેલ દ્વારા આ કીટનુંં અંતરિયાળ ગામોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

ધરમપુરના વાંઝલટ ગામે 150 અનાજની કીટનું વિતરણ

દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ આ પંક્તિ અનુસાર લોકડાઉનના સમયમાં રોજ કમાઈને રોજ ખાનરો વર્ગ છે. તે છેલ્લા 46 દિવસ લોકડાઉનના સમય ગાળા દરમિયાન તેમની પાસે નાણાંની અછત સાથે આવા પરિવારો પાસે ઘરમાં રાશન પણ હોતું નથી. આવા અસહાય લોકોની સહાય માટે આગળ આવ્યા છે, ધી ગોડ ઓફ વોલીએન્ટરના બીજલ બેન જગડ અને વિશાલ ભાઈ ગડા.

વાંઝલટ ગામે લોકોને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે વિતરણ કરવામાં આવી

તેમણે 150 જેટલી રાશન કીટ માટે ધરમપુરના લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. તેમને આ કીટ માટે જરૂરી આર્થિક સહાય પૂરી પાડી હતી. જે બાદ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના નીલમ પટેલ, અજય પટેલ અને તેમની ટીમ દ્વારા કીટ તૈયાર કરવામાં આવી હતી.

આ કીટમાં તેલ, હળદર, મીઠું, ડુંગળી, બટેટા, તુવેર દાળ, મગ, ચોખા સહિતની ચીજો સાથેની 150 કીટ ધરમપુરના વાંઝલટ ગામે લોકોને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે વિતરણ કરવામાં આવી હતી. ગામના અગ્રણીઓએ કીટ આપવા માટે બીજલ બેન અને તેમના સાથી મિત્રોનો આભાર માન્યો હતો.

બીજલ જગડ

ઉલ્લેખનીય છે કે, આગામી દિવસમાં પણ વધુ જરૂરિયાતમંદ લોકોને કીટની જરૂર પડે તો, તે પણ પુરી પાડવામાં આવશે. તેવી તૈયારી બીજલ બેને દર્શાવી છે. આમ મુંબઈના ઘાટકોપર બેઠા બેઠા ધરમપુરના અંતરિયાળ ગામના લોકો માટે તેમને 150 અનાજ કીટની વ્યવસ્થા કરાવી હતી.

ABOUT THE AUTHOR

...view details