- વલસાડના વાંકલ ગામે સ્થાનિકોનો વિરોધ
- ધરમપુર પ્રીમિયર લીગના આયોજન સામે ગ્રામજનોનો આક્રોશ
- ગ્રામજનો દ્વારા વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
- વાંકલ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનનો વિરોધ
વલસાડઃ જિલ્લાના વાંકલ ગામે આવેલા શ્રીજી ગ્રાઉન્ડમાં ધરમપુર પ્રીમિયર લીગનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં આશરે 8 જેટલી ટીમો ભાગ લેવા જઈ રહી છે. જેને કારણે હાલની કોવિડ 19ની મહામારીમાં આ આયોજનને લઈને ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
વાંકલ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનનો વિરોધ કોરોનાની મહામારી વચ્ચે 8 જેટલી ટીમો ભેગી થવાની હતી
20 તારીખના રોજથી ક્રિકેટનું આયોજન થવાનું છે. જેમાં ત્રણ દિવસ યોજાનારી આ ટૂર્નામેન્ટમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેશે. તો સાથે સાથે તેને નિહાળવા માટે પણ સેંકડોની સંખ્યામાં લોકો ઉમટી પડશે. જેના કારણે સ્થાનિક કક્ષાએ કોવિડ સંક્રમણ ફેલાય એવી દહેશત છે જેને લઇને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે.
ગ્રામજનો દ્વારા વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ધરમપુર પાલિકા વિસ્તારના ખેલાડીઓ ભાગ લેશેધરમપુર પાલિકા વિસ્તારમાં રહેતા મોટાભાગના ખેલાડીઓ વાંકલ ગામે ક્રિકેટમાં ભાગ લેવાના છે. જેમાં 8 ટીમ એટલે કે, એક ટીમમાં 12 ખેલાડીઓ ભાગ લેશે. જેને કારણે વાંકલ ગામના લોકોનો વિરોધ છે કે, લોકોના ટોળા ભેગાં કરવા વાંકલ ગામ કેમ ધરમપુર કેમ નહીં? આયોજન મોકૂફ ન થતાં ગ્રામજનો દ્વારા ભેગા મળી વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ આયોજન પર કડક એક્શન લેવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.