ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં PM સ્વનિધિ લોન યોજના અંતર્ગત 650 સ્ટ્રીટ વેન્ડરને 65 લાખ રૂપિયાની લોન સહાય અપાઈ - PM Swanidhi Yojana

દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહેરની ગલીઓમાં કે મુખ્ય માર્કેટમાં લારી લગાવી પરિવારનું ગુજરાન ચલાવતા સ્ટ્રીટ વેન્ડર માટે PM સ્વનિધિ યોજના અમલમાં મૂકી છે. 10 હજાર સુધીની આ લોન સહાય યોજનામાં વાપીમાં 1,128 ફોર્મ ભરાયા છે. જેમાંથી 650 લાભાર્થીઓને 65 લાખની લોન સહાય ચૂકવાઈ છે.

Vapi's latest news
Vapi's latest news

By

Published : Oct 6, 2021, 6:21 PM IST

  • વાપીમાં 650 સ્ટ્રીટ વેન્ડરને મળી કુલ 65 લાખની લોન
  • વડાપ્રધાનની આ મહત્વની યોજના હેઠળ 1,128 ફોર્મ ભરાયા હતાં
  • 14 લાભાર્થીઓ બીજી વાર લોન મેળવવા હકદાર બન્યા
  • 25 જેટલી બેન્કમાંથી મળી લોન

વલસાડ: વાપી નગરપાલિકા વિસ્તારમાં PM સ્વનિધિ યોજના હેઠળ 650 લાભાર્થીઓને 10 હજાર લેખે કુલ 65 લાખની લોન સહાય અપાય છે. એક વર્ષથી ચાલતી આ યોજનામાં 34 લાભાર્થીઓએ લોનના પુરા હપ્તા ભરી દેતા તેમાંથી 14 લાભાર્થીઓ ફરીવાર 20 હજારની લોનના હકદાર બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી(PM) સ્વનિધિ લોન યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત શહેરોમાં નગરપાલિકા વિસ્તારમાં શેરીઓમાં કે મુખ્ય માર્કેટમાં લારીઓ પર, ફૂટપાથ પર પાથરણા પાથરી જીવનજરૂરી ચીજવસ્તુઓ વેંચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સ્ટ્રીટ વેન્ડરોને 10 હજાર રૂપિયા સુધીની લોન સહાય યોજના જાહેર કરી છે.

વાપીમાં PM સ્વનિધિ લોન યોજના અંતર્ગત 650 સ્ટ્રીટ વેન્ડરને 65 લાખ રૂપિયાની લોન સહાય અપાઈ

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી 27 સપ્ટેમ્બરે 'પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન' શરૂ કરશે, થશે મોટો ફાયદો

10 હજારની લોન આપવામાં આવી

પોતાના રોજગારમાં વૃદ્ધિ કરવા ઉપરાંત પરિવારના ભરણપોષણ માટે આપવામાં આવતી આ લોન સહાય અંતર્ગત વાપી નગરપાલિકા વિસ્તારમાં 650 સ્ટ્રીટ વેન્ડરને લોનની સુવિધા પૂરી પાડી છે. વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલના જણાવ્યા મુજબ 65 લાખ રૂપિયાનો લાભ લોન પેટે અપાયો છે. જેમાંથી 14 લાભાર્થીઓ એવા છે કે, જેમણે રેગ્યુલર હપ્તા ભરી લોન પુરી કરી દીધી છે. તેમને ફરી 20,000 ની લોન આપવામાં આવી છે.

વાપીમાં PM સ્વનિધિ લોન યોજના અંતર્ગત 650 સ્ટ્રીટ વેન્ડરને 65 લાખ રૂપિયાની લોન સહાય અપાઈ

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે રાજ્યમાં 400 જગ્યાએ કાર્યક્રમ યોજાશે, ઉજ્જ્વલા યોજના 2.0 શરૂ થશે

34 લાભાર્થીએ લોનના હપ્તા પુરા કર્યા

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ વાપી નગરપાલિકા વિસ્તારમાં કુલ 1,128 લાભાર્થીઓએ ફોર્મ ભર્યા હતાં. જેમાંથી 363 ફોર્મ વિવિધ કારણોસર રિજેક્ટ ઠર્યા હતાં. બાકીનાને શહેરની 25 જેટલી બેંકે માન્ય ઠેરવી લોન સહાય આપી હતી. એક વર્ષથી ચાલતી આ યોજનામાં 34 લાભાર્થીઓએ તેમનો એકપણ હપ્તો ચુક્યા વગર લોનના હપ્તા પુરા કર્યા છે. સરકારના નિયમ મુજબ 10 હજારની પ્રથમ લોન સમયસર ભરે તો તેને બીજા વર્ષે 20 હજારની લોન આપવામાં આવશે. જેથી પ્રથમ લોન પૂર્ણ કરનારાં 34 લાભાર્થીઓમાંથી 14 લાભાર્થીઓને ફરી 20 હજારની લોન આપવામાં આવી છે.

વાપીમાં PM સ્વનિધિ લોન યોજના અંતર્ગત 650 સ્ટ્રીટ વેન્ડરને 65 લાખ રૂપિયાની લોન સહાય અપાઈ

ABOUT THE AUTHOR

...view details