આ બનાવ અંગે કેસના સરકારી વકીલ અનીલ ભાઈ ત્રિપાઠીએ કહ્યું કે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મમકવાડા ગામમાં રેહતી 15 વર્ષની કિશોરીને રિક્ષાચાલક ભંડારી કિશોરીને મોબાઈલમાં બીભત્સ વિડિયો ક્લિપ અને ફોટા બતાવતો હતો. તેમજ કિશોરી ઘરમાં એકલી હોવાથી કિશોરી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કિશોરી આરોપીના તાબામાં ન આવતા, આરોપીએ કિશોરી પર કેરોસીન છાંટી તેને જીવતી સળગાવી હતી.
વલસાડની કિશોરીને જીવતી સળગાવનાર આરોપીને આજીવન કેદની સજા
વલસાડઃ જિલ્લાના મમકવાડા ગામમાં રેહતી 15 વર્ષની કિશોરીને રિક્ષાચાલક અવાર નવાર છેડતી કરી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતો હતો. રિક્ષાચાલકે કિશોરીને કેરોસીન છાંટી જીવતી સળગાવતા કિશોરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કિશોરી ગંભીર રીતે દાઝી જતા તેને ભીલાડ ની શ્રીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તેમને વધુ સારવાર માટે સેલવાસની વિનોબાભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં કિશોરીએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપી જણાવ્યું હતું કે, હરીશ ભંડારીએ તેની સાથે છેડતી કરી જાતીય હુમલો કરતા તેમને પર કેરોસીન છાંટી તેને સળગાવી છે.
આરોપીને પોકસો એકટની સ્પેશ્યલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પોકસો એકટના સ્પેશ્યલ જજ એમ.આર.શાહએ આરોપીને હત્યાના ગુન્હામાં આજીવન સખત કેદની સજા, છેડતી ના ગુન્હામાં 3 વર્ષની સખત કેદની સજા, જાતીય હુમલાના ગુન્હામાં 5 વર્ષની સખત કેદની સજા અને ત્રણે કલમો હેઠળ કુલ 9 હજાર રૂપિયાનો દંડ અને જો દંડ નહિ ભરે તો અલગ અલગ કલમો હેઠળ કુલ્લે 2 વર્ષ 9 માસ ની સજા કરવાનો હુકમ કર્યો હતો.