વલસાડ LIC કચેરી ખાતે સરકારના શેરબજારમાં લિસ્ટિંગ કરવાના વિરોધમાં હડતાલ અને દેખાવો - valsad news
ભારત સરકારના નાણાપ્રધાને બજેટ રજૂ કરતી વખતે સંસદ સમક્ષ જાહેરાત કરી કે એલ.આઇ.સીનું શેર બજારમાં લિસ્ટિંગ કરવામાં આવશે અને સરકાર પોતાની માલિકીનો અમુક હિસ્સો પબ્લિક ઓફર દ્વારા વેચી દેશે. આ દરખાસ્ત લઈ ઇન્સ્યોરન્સ એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા રોષ જોવા મળ્યો હતો અને તેના વિરોધમાં સમગ્ર દેશમાં આજે દેખાવો કરવામાં આવ્યા હતા જેને અનુલક્ષી વલસાડ શહેરમાં પણ એલ.આઇ.સી કચેરી ખાતે સૌથી વધુ કર્મચારીઓ બપોરે સાડા બારથી દોઢ વાગ્યા સુધી પોતાના કામકાજથી અળગા રહ્યા હતા અને સરકારની આ નીતિ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
વલસાડ : શહેરના તિથલ રોડ પર આવેલા એલ.આઇ.સીની બંને કચેરીના 60થી વધુ કર્મચારીઓ બપોરે 12:30 કલાકે કચેરીની બહાર આવી ગયા હતા અને સરકારના શેરબજારમાં લિસ્ટિંગ કરી સરકાર એલઆઈસીમાં રોકેલો પોતાની માલિકીનો અમુક ટકા હિસ્સો પબ્લિક ઓફર દ્વારા વેચી દેશે તે બાબતનો વિરોધ કર્યો હતો અને તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે સરકારના આ નિર્ણયથી એલ.આઇ.સીના કર્મચારીઓને જ નહીં, પરંતુ એજન્ટ અને એલઆઈસીમાં પૈસા રોકનારા પોલીસી ધારકોને પણ તેનાથી નુકસાન થવાની દહેશત છે. જેને લઇને આજે વલસાડ શહેરમાં આવેલી એલ.આઇ.સીની હેડ ઓફિસના ૬૦થી વધુ કર્મચારીઓ એક કલાક સુધી પોતાના કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો અને સરકારની નીતિ સામે સુત્રોચ્ચાર કર્યા હતાં.