વલસાડઃ કપરાડા તાલુકાના જોગવેલ નજીક મુખ્ય માર્ગ ઉપર પુનાથી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રક ઘાટમાં પલટી જતા ચાલકને નાનીમોટી ઇજાઓ પોહચી હતી. જ્યારે ટ્રકમાં ભરેલ વોશિંગ મશીનના જથ્થાને અન્ય ટ્રક લાવી ખસેડવામાં આવ્યો હતો.
કપરાડા નજીક LG વોશિંગ મશીન ભરેલા ટ્રકે પલટી મારી, ડ્રાઇવરને ઇજા પહોંચી - Valsad samachar
પુનાથી LG વોશિંગ મશીનનો જથ્થો ભરીને અમદાવાદ જવા નીકળેલ બંધ બોડીની ટ્રક કપરાડાથી વલસાડ હાઇવે ઉપર જઇ રહી હતી. ત્યારે કપરાડા કુંભ ઘાટ બાદ જોગવેલ નજીકમાં વણાંકમાં ટ્રક ચાલકે ટ્રક ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી જતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
કપરાડા નજીક LG વોશિંગ મશીન ભરેલી ટ્રક પલટી
જ્યારે વહેલી પરોઢિયે બનેલી ઘટનાને પગલે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો એ કાંચ તોડી બહાર કાઢ્યો હતો. ઘટના બનતા ટ્રાન્સપોર્ટર સ્થળ ઉપર આવી પલટી ગયેલ ટ્રકમાં ભરેલ વોશિંગ મશીનનો જથ્થો અન્ય ટ્રક મંગાવી તેમાં ભરીને રવાના કરવામાં આવ્યો હતો. કપરાડાના કુંભ ઘાટમાં અનેક વખત ગોઝારા અકસ્માત બનતા રહ્યા છે. છતાં વાહન ચાલકો બેફામ વાહનો ચલાવતા હોય છે. જેને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.