ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad Animal Attack: બે દિવસમાં દીપડાનો બીજો જીવલેણ હુમલો, પિતા-પુત્રને બચકા ભર્યા - Valsad News

ગઈકાલે વેલવાચ ગામે બે મહિલા પર દીપડાએ હુમલો કર્યાની ઘટના બની હતી. ત્યારે કચીગામમાં આજે વહેલી સવારે ઠાકોર પરિવારના ઘરમાં દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો. જોકે, વન વિભાગની ટીમે ૩ કલાકની જહેમત બાદ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી.

Valsad Animal Attack : બે દિવસમાં દીપડાનો બીજો હુમલો, પિતા-પુત્રને બચકા ભર્યા
Valsad Animal Attack : બે દિવસમાં દીપડાનો બીજો હુમલો, પિતા-પુત્રને બચકા ભર્યા

By

Published : Jul 4, 2023, 1:22 PM IST

બે દિવસમાં દીપડાનો બીજો હુમલો

વલસાડ :ગઈકાલ સાંજે જ વેલવાચ ગામે બે મહિલા પર દીપડાએ હુમલો કર્યાની ઘટના બની હતી. ત્યારે આજે વહેલી સવારે તે જ દીપડો કચીગામમાં એક ઘરમાં ભરાયો હતો. ત્યાં દીપડાએ પરિવારના સભ્યો ઉપર હુમલો કરતા પિતા-પુત્ર ઘાયલ થયા હતા. આ અંગે જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્તોને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘરમાં ઘુસ્યો દીપડો : આજે વહેલી સવારે ૬ વાગ્યે કિશોર ઠાકોરના પરિવારમાં તેમની વહુએ દીપડાને બાથરૂમમાં જોયો હતો. તેઓની બુમાબુમ સાંભળીને તેમના પતિ કેયુર ઠાકોર ત્યાં દોડી આવ્યા હતા. તેઓ બાથરૂમ પાસે પહોંચે તે પહેલા જ દીપડાએ તેમના ઉપર હુમલો કર્યો હતો. શોરબકોર થતા તેમના પિતા પણ ત્યાં આવ્યા હતા. પિતા-પુત્ર બંને ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ યુવકને હાથ અને પગના ભાગે બચકા ભર્યા હતા. જ્યારે યુવકના પિતાને પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. પિતા-પુત્રને સારવાર અર્થે ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

યુવકનું અસામાન્ય સાહસ : હુમલો કર્યા બાદ દીપડો બેડરૂમમાં ગયો હતો. અચાનક દીપડાના હુમલામાં ઘાયલ થયેલા પિતા-પુત્રએ ડર્યા વિના ભારે હિંમત દાખવી હતી. કેયુર ઠાકોરે સુજબુજથી બેડરૂમનો દરવાજો બંધ કર્યો હતો. ત્યારબાદ ઘરના તમામ દરવાજા બંધ કરી લેતા દીપડો ઘરમાં જ પુરાઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે વન વિભાગને જાણકારી આપવામાં આવી હતી.

રીઢો દિપડો : વન વિભાગની ટીમે સ્થળ ઉપર પહોચી સતત ૩ કલાકની જહેમત બાદ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. ઘરમાં પુરાઈ ગયેલા દીપડાને વન વિભાગે ટ્રાન્ક્વીલાઈઝર ગન દ્વારા ઇન્જેક્શન આપી બેહોશ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને ઇજેક્શનની કોઈ અસર થઈ નહીં. ત્યારે આખરે વન વિભાગ દ્વારા પાંજરું મંગાવી દરવાજા નજીક ગોઠવી દેતા દીપડો આખરે પાંજરે પુરાયો હતો.

દીપડાનો ત્રાસ :ઘરમાં દીપડો ઘુસ્યાની વાત વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સતત બે દિવસથી થઈ રહેલા હુમલા બાદ દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા કેટલાક દિવસથી વેલવાચ, કચીગામ, ચિંચાઈ જેવા ગામોમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

રેસ્ક્યુ ઓપરેશન :વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર સવારે ૭ વાગ્યાથી શરુ થયેલ ઓપરેશન બપોરે ૨ વાગ્યા સુધી ચાલ્યું હતું. જેમાં વલસાડ, ધરમપુર, વાંસદાના વન વિભાગનો સ્ટાફ ખડેપગે હાજર રહ્યો હતો. સતત ૬ કલાકની જહેમત બાદ દીપડો આખરે પાંજરે પુરાયો હતો. હાલમાં દીપડાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. બાદમાં જરૂર જણાય તો વધુ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવશે. લોકોએ આપેલા સહયોગ અંગે પણ વન વિભાગની ટીમે આભાર વ્યકત કર્યો છે.

  1. Valsad News: વલસાડના વેલવાચ ગામે દીપડાનો હુમલો બે મહિલાને ઈજા
  2. Navsari News : ચીખલીના ખૂંધ ગામે દીપડાએ ઝાડ પર અડીંગો જમાવ્યો

ABOUT THE AUTHOR

...view details