- વલસાડ LCB એ મોબાઈલ સ્નેચિંગ કરતા આરોપીઓને દબોચી લીધા
- આરોપીઓ રાહદારીઓના મોબાઈલ ઝુંટવી નાસી જતા હતાં
- LCB એ 3 ઇસમોની ધરપકડ કરી
વાપી :- જિલ્લાના વાપીમાં રાહદારીઓના મોબાઈલ ફોન ઝૂંટવી પલાયન થઈ જતા 2 વ્યક્તિઓ અને ચોરીનો મોબાઈલ ખરીદનાર અન્ય એક વ્યક્તિ એમ મળી કુલ ત્રણ ઇસમોની વલસાડ LCB એ ધરપકડ કરી મોબાઈલ સ્નેચિંગનાના ગુનેગારોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
પેટ્રોલીંગ દરમિયાન ઝડપાયા ચોર
આ અંગે LCBએ આપેલી વિગતો મુજબ જિલ્લા પોલીસ વડા ડૉ.રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ LCB વલસાડની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી આધારે વાપી જી.આઇ.ડી.સી J-ટાઇપ નવા રેલવે ગરનાળા રોડ પર બાઇક પર પસાર થતા વ્યક્તિઓને અટકાવી તેમની પૂછપરછ સાથે તપાસ કરતા તેમની પાસેથી 9 મોબાઈલ અને બાઇક ચોરીના હોવાનું જાણવા મળ્યું હતુ. તેથી તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠાના દાંતીવાડામાં આવેલા મસાણીયા વીર મહારાજના મંદિરમાં મૂર્તિની ચોરી
એક બાઇક, 9 મોબાઈલ મળી 87,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
LCBની ટીમે પકડાયેલા આરોપીઓ મંજીત મનોજ પાંડે, કૃણાલ ભીમ ગૌડ, ગોપાલભાઈ ઉર્ફે શંભુભાઈ રામજીભાઈ માવ ભાનુશાળીને પકડી પાડી તેમના કબજામાંથી 50 હજારની કિંમતની મોટરસાયકલ, 37,500 રૂપિયાના 9 મોબાઇલ ફોન મળી કુલ 87,500 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ પણ વાંચો : જૂનાગઢ પોલીસે પાંચ જેટલી ઘરફોડ ચોરીમાં શામેલ આરોપીને ઝડપ્યો
ચોરીના મોબાઈલ દમણના વ્યક્તિને આપતા હતા
પોલીસ પૂછપરછમાં મંજીત મનોજ પાંડે તથા કુણાલ ભીમ ગૌડ જણાવ્યું હતું કે તેઓ વાપી વિસ્તારમાં જાહેર માર્ગો પર ફોન પર વાત કરતા લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોન ઝૂંટવી બાઇક પર પલાયન થઈ જતા હતાં. જે બાદ આ ચોરીના મોબાઈલને તેઓ દમણમાં સચીન કિશન ખંડારે નામના વ્યક્તિને વેંચતા હતાં. જે આ ચોરીના ફોન ગોપાલભાઈ ઉર્ફે શંભુભાઈ રામજીભાઈ માવ ભાનુશાળીને સસ્તામાં વેચતો હતો.