આ અંગે મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ બુધવારે ચલા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. બાતમી આધારે મુંબઈ પાર્સિંગની મર્સિડીઝ કારને રોકી તપાસ કરતા કારની ડીકીમાં ઠાંસી ઠાંસીને ભરેલો 74 હજારનો દારૂ મળી આવ્યો હતો. લકઝરી કાર ગણાતી મર્સિડીઝ કારમાં આ રીતે દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. તાત્કાલિક કાર ચાલકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
વાપીમાં LCBએ મર્સિડીઝ કારમાંથી 74 હજારનો દારૂ ઝડપી પાડ્યો - ક્રાઈમ ન્યુઝ
વાપી: LCBએ (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) મોંઘીદાટ મર્સિડીઝ કારમાંથી 74 હજારનો દમણીયો દારૂ અને કારચાલકની ધરપકડ કરી છે. મુંબઇ પાર્સિંગની આ કારમાં વડોદરાના વેપારીએ દારૂ મંગાવ્યો હોવાની વિગતો મળી હતી. દારુ લઈને જતા ડ્રાઇવરની હાલ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક જાણકારીમાં આ દારૂનો જથ્થો મંગાવનાર વડોદરાનો વેપારી હોવાનું બહાર આવ્યું હતું. જેણે પોતાના ડ્રાઈવરને મર્સિડીઝ કારમાં દમણ ખાતે દારૂ લેવા મોકલ્યો હતો. ડ્રાઇવર દારૂનો જથ્થો ભરીને પરત વડોદરા જવા નીકળ્યો હતો. વાપીમાં LCBની ટીમના હાથે ઝડપાઇ ગયો હતો. જો કે, આ સમગ્ર કેસમાં મર્સિડીઝ જેવી 40 લાખથી વધુની મોંઘી કારમાં 74 હજારનો દારૂ મળતાં ચકચાર મચી ગઇ છે. કારની નંબર પ્લેટ MH-04-BH-2775 થાણેની કોઈ પ્રિયંકા રાણેના નામે રજીસ્ટર છે. હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાર સાથે ડ્રાઇવરની ધરપકડ કરી વધુ પૂછપરછ સાથે વાપી ટાઉન પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે.